બધાઇ હો જેવો કેસ….
દુનિયા ભલે આધુનિક બની ગઈ હોય પણ આપણા સમાજની વિચારસરણી અમુક બાબતોમાં આજે પણ હજી પછાત જ છે. લગ્ન, પ્રેમ અથવા મોટી ઉંમરે માતાપિતા બનવા જેવી બાબતો પર લોકોના વિચારો આજે પણ સદીઓ પુરાણા છે. થોડા વર્ષો પહેલા આયુષ્માન ખુરાના અને નીના ગુપ્તાની એક ફિલ્મ આવી હતી- બધાઇ હો. આ ફિલ્મમાં, એક વૃદ્ધ મધ્યમ વર્ગની સ્ત્રીને ગર્ભવતી થવાનું અને સમાજ અને પરિવારના પ્રત્યાઘાતને તલસ્પર્શી રીતે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે રિયલ લાઇફમાં આવી જ એક સ્ટોરી બની ગઇ છે. આ વાર્તા થોડી ઘણી બધાઈ હો ફિલ્મને મળતી આવે છે.
એક છોકરીએ તેની મોટી પ્રૌઢ વયે પહોંચેલી માતાની ગર્ભાવસ્થાને લઈને પોતાનો અનુભવ શેર કર્યો છે. યુવતીની ઉંમર 23 વર્ષની છે. તે મૂળ કેરળની છે. યુવતીએ જણાવ્યું કે એક વર્ષ પહેલા એક ફોન કોલથી તેનું જીવન બદલાઈ ગયું હતું. તેના પિતાનો ફોન હતો. પિતાએ તેને જણાવ્યું કે તેઓ અને યુવતીની માતા વેકેશન પર જઈ રહ્યા છે. તે યુવતીના પિતા કેરળમાં રહે છે. તેમણે પુત્રીને ફોન પર કહ્યું કે “અમ્મા (છોકરીની માતા) ગર્ભવતી છે. પિતાને સમજ ન પડી કે તેની પુત્રીને કેવી રીતે કહેવું કે તેની માતા ગર્ભવતી છે.
પિતાને ખ્યાલ નહોતો કે તેની પુત્રી ગર્ભાવસ્થા પર કેવી પ્રતિક્રિયા આપશે. છોકરી થોડીવાર માટે મૂંઝાઈ ગઈ. કારણ કે આ એક વિચિત્ર પ્રકારનો કેસ હતો.
યુવતી જ્યારે નાની હતી ત્યારે તે તેની માતા પાસેથી ભાઈની માંગણી કરતી હતી, પરંતુ તબીબી સમસ્યાઓના કારણે, તેની માતાને ફરીથી ગર્ભધારણ કરવામાં થોડી મુશ્કેલીઓ આવી હતી અને આ વાત અટકી ગઇ હતી. ધીમે ધીમે જીવન આગળ વધ્યું. નાની દીકરી પણ હવે યુવતી બની ગઇ અને તેને માતા ગર્ભવતી હોવાના સમાચાર મળ્યા. માતા 7-8 મહિનાથી ગર્ભવતી હતી પરંતુ પિતાએ આ વાત ગુપ્ત રાખી હતી. દીકરીનું રિએક્શન કેવું હશે તે તે સમજી શકતા ન હતા. જ્યારે યુવતી ઘરે પહોંચી ત્યારે તે માતાને ભેટીને રડવા લાગી અને તેણે માતાને કહ્યું કે તે શા માટે શરમાશે? હું લાંબા સમયથી આ જ ઇચ્છતી હતી.
દીકરીનો સહારો મળતાં યુવતી અને તેના પરિવારે ધીરે ધીરે પરિવારજનો, સંબંધીઓ અને મિત્રોને આ અંગે જણાવ્યું. શરૂઆતમાં લોકોએ ટોણા માર્યા હતા, પરંતુ માતા-પિતા-દીકરીએ તેના પર ધ્યાન આપ્યું ન હતું. ધીમે ધીમે બધું સામાન્ય થવા લાગ્યું.
ગયા અઠવાડિયે જ તેની માતાએ એક છોકરીને જન્મ આપ્યો છે. યુવતીએ કહ્યું – હું તેના ‘દીદી’ કહેવાની રાહ જોઈ શકતી નથી. લોકોને અજીબ લાગે છે કે અમારી ઉંમરમાં આટલું મોટું અંતર છે, પણ શું ફરક પડે છે?