બાપ રે! મુંબઈના આ વિસ્તારમાં પેટના જણ્યા દીકરાએ જ માતાને મોતને ઘાટ ઉતારી, પછી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ: મુંબઈના મુલુંડ વિસ્તારમાં શનિવારે એક ૨૨ વર્ષીય યુવકે કથિત રીતે તેની માતાની હત્યા કરી હોવાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. જયેશ પંચાલ (૨૨) તરીકે ઓળખાયેલ આરોપીએ કથિત રીતે તેની માતા છાયા પંચાલનું ગળું કાપીને હત્યા કરી ત્યાર બાદ પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ઘટના બાદ પંચાલ પરિવારના પાડોશીને તેમના ઘરની બહાર લોહીના ડાઘ જોતાં જ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસને ઘટનાસ્થળે ગુજરાતી ભાષામાં લખેલો એક પત્ર અને ચાકુ મળી આવ્યું હતું. પોલીસે મૃતકના પતિને બોલાવ્યો હતો અને ગુજરાતીમાં લખેલા પત્રને હિંદીમાં ટ્રાન્સલેટ કરીને સમજાવવાનું કહ્યું હતું. ત્યારે પત્રમાં મિલકતના વિવાદને કારણે માનસિક તણાવનો અનુભવ કરી રહેલા જયેશ પંચાલે આ ગુનો કર્યો હોવાનું કબૂલ્યું હતું. મમ્મીને પરેશાન થતી જોઈ શકતો ન હોવાને કારણે આવું પગલું ભર્યું હોવાનું કહ્યું હતું.

મુલુંડ પોલીસે તેને રેલવે સ્ટેશન પર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો અને તેને સારવાર માટે જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના મુલુંડ વેસ્ટમાં આવેલા વર્ધમાન નગર વિસ્તારમાં બની હતી. જયેશના પિતા ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર છે.

પોલીસે જણાવ્યું હતું કે પરિવારમાં મિલકતના વિવાદને કારણે છેલ્લા કેટલાક દિવસોથી પંચાલ પરિવારમાં સતત ઝઘડા થતા હતા. આખરે ઝઘડા અને વાદવિવાદને લીધે ડિપ્રેસ્ડ આરોપીએ તેની માતાની હત્યા કરી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પોલીસે સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.