Maharashtraમાં શિંદેશાહી! એકનાથ શિંદે બન્યા મહારાષ્ટ્રના CM, દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યપ્રધાનું પદ સંભાળ્યું

એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરી લીધા છે. શપથ લેતાની સાથે જે તેઓ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બની ગયા છે. શિંદેની સાથે દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યપ્રધાન પદે શપથ લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ફડણવીસ સાથે બે વાર ફોન પર વાત કરી. એ પછી દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાન બનવા માટે તૈયાર થયા છે.

Continue Reading

શિંદે બનશે સીએમ…ગોવાની હોટેલમાં રોકાયેલા ધારાસભ્યો ખુશીના માર્યા ઝૂમી ઉઠ્યા, ટેબલ પર ચડીને કર્યો ડાન્સ, વીડિયો વાઇરલ

Mumbai: શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા સીએમ બનાવવામાં આવ્યા હોવાની ખબર મળતા જ ગોવાની હોટેલમાં રોકાયેલા શિંદે જૂથના ધારાસભ્યોએ ઉજવણી કરી હતી. ધારાસભ્યોએ મરાઠી ગીત પર ઠુમકા લગાવ્યા હતા, તો કેટલાક ધારાસભ્યોએ તો વળી ટેબલ પર ચડીને ડાન્સ કર્યો હતો. ધારાસભ્યોનો ડાન્સનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોને જોયા […]

Continue Reading

શિંદેની પસંદગી CM તરીકે થયા બાદ શરદ પવારની આવી પ્રતિક્રિયા

Mumbai: મહારાષ્ટ્રના CM પદ માટે એકનાથ શિંદેના નામની જાહેરાત થયા બાદ શરદ પવારે પહેલી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાનના રૂપમાં પસંદગી કરવા બદલ શુભકામનાઓ! પૂરી આશા છે કે તેઓ મહારાષ્ટ્રના હિત માટે કામ કરશે. એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે યશવંત ચવ્હાણ, બાબાસાહેબ ભોસલે, પૃથ્વીરાજ ચવ્હાણ બાદ વધુ […]

Continue Reading

સીએમ પદ માટે નામની જાહેરાત બાદ એકનાથ શિંદેની પહેલી પ્રતિક્રિયા, ફડણવીસની પ્રશંસા

ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદેના નામની જાહેરાત કર્યા બાદ તેમની પ્રથમ પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે મેં જે નિર્ણય લીધો તે તમે બધા જાણો છો, તમે એ પણ જાણો છો કે કઈ પરિસ્થિતિમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. હું બાળાસાહેબના હિન્દુત્વને આગળ વધારવા માટે કામ કરીશ. તમામ 50 ધારાસભ્યો સાથે છે. તેમણે કહ્યું કે […]

Continue Reading

એકનાથ શિંદેને રાજ્યના મુખ્ય પ્રધાન બનાવવાના ફડણવીસના માસ્ટર સ્ટ્રોક બાદ ટ્વિટર પર વાયરલ થઇ રહ્યા છે ફની મીમ્સ

એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનશે એવી જાહેરાત કરતા ભાજપના દેવેન્દ્ર ફડણવીસે માસ્ટર સ્ટ્રોક માર્યો. આજે સાંજે જ તેમનો શપથવિધિ થશે. એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બનશે એવી જાહેરાત થયા બાદ સોશિયલ મીડિયામાં લોકોની વિવિધ પ્રતિક્રિયાઓ વાઇરલ થઇ રહી છે. તમે પણ માણો.  

Continue Reading

આ ઘર છે, કે પંખીઓનો માળો?

કવર સ્ટોરી -અનંત મામતોરા ઔરંગાબાદમાં ઉછરેલી રાધિકા સોનાવણે બાળપણથી પક્ષીપ્રેમી છે. નાનપણમાં પોતાના શહેરની નજીક બનેલી સલીમ અલી બાર્ડ સેન્ચુરી જતી હતી. તે પક્ષીઓને પિંજરાને બદલે ખુલ્લા આકાશમાં ઊડતા જોવાનું પસંદ કરતી હતી, પણ તેણે ત્યારે વિચાર્યું પણ નહીં હોય કે એક દિવસ તેનું ઘર અનેક પક્ષીઓનો માળો બની જશે! એટલું જ નહીં, આ પક્ષીઓ […]

Continue Reading

દેવેન્દ્ર ફડણવીસ નહીં, પણ હવે એકનાથ શિંદે હશે મહારાષ્ટ્રના નવા નાથ

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકાર સામે બળવો કરનાર એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે, એમ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જણાવ્યું હતું. એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળીને નવી રાજ્ય સરકારની રચના કરવાનો દાવો રજૂ કર્યા બાદ આ સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે […]

Continue Reading

શું તમે જાણો છો કેમ મનાવવામાં આવે છે Social Media Day?

આજના આધુનિક જમાનામાં સોશિયલ મીડિયા દરેકના જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. દર વર્ષે 30મી જૂને સોશિયલ મીડિયા ડે મનાવવામાં આવે છે. દુનિયાભરમાં સોશિયલ મીડિયા ડે મનાવવાની શરૂઆત 30મી જૂન 2010ના રોજ થઇ હતી. એ સમયે સોશિયલ મીડિયાનો પ્રભાવ લોકો પર વધુ નહોતો. એવામાં પૂરા વિશ્વમાં તેના પ્રભાવ અને વૈશ્વિક સંચારમાં તેની ભૂમિકાને ઉજાગર કરવા માટે […]

Continue Reading

Maharashtra Politics: શરદ પવારને ખબર હતી કે એકનાથ શિંદે કરશે બળવાખોરી, પણ…

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકાર પડી જઈ છે અને શિવસેના-ભાજપના ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે ત્યારે સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર એનસીપી પ્રમુખ શરદ પવારને એકનાથ શિંદેની બળવાખોરી કરશે એવો અંદાજ પહેલેથી જ આવી ગયો હતો. આ અંગે તેમણે ઉદ્ધવ ઠાકરેને જાણ કરી હતી, પરંતુ તેમણે પવારની આ વાતને નજર અંદાજ કરી હતી. નોંધનીય છે કે શિંદેએ 19 જૂનને બળવો પોકાર્યો હતો અને બળવાખોર વિધાનસભ્યો સાથે તેઓ સુરત પહોંચ્યા હતાં અને ત્યાંથી ગુવાહાટી જવા રવાના થયા હતાં.

Continue Reading

સાઉથની સુપરહિટ અભિનેત્રીને થયો પ્રેમ?, પોતાના સંબંધ વિશે કર્યો ખુલાસો

હિંદી અને સાઉથ સિનેમાની પ્રસિદ્ધ એક્ટ્રેસ શ્રુતિ હાસન (Shruti Haasan) તેની આગામી ફિલ્મ સાલાર (Salaar) ને લઈને ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. ફિલ્મમાં તે પ્રભાસ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. ફિલ્મોની સાથે તે પોતાના અંગત જીવનને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહેતી હોય છે. તે ડૂડલ આર્ટિસ્ટ અને ઈલ્યુસ્ટ્રેટર શાંતનુ હઝારિકા ( Santanu hazarika) સાથે રિલેશનશિપમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Continue Reading