છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં નશીલા દ્રવ્યો પકડાવાનો સિલસિલો યથાવત છે. આજે ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્ષી ગામે આવેલી નેક્ટર કેમ નામની ફેકટરી પર ATSએ દરોડો પાડી 200 કિલો જેટલું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ.1000 કરોડ જેટલી થવા જઈ રહી છે. જોકે ATSની ટીમ હજુ તપાસ કરી રહી છે. ATSએ ફોરેન્સીક અધિકારીઓને ઘટના સ્થળે બોલાવ્યા છે.

નોંધનીય છે કે ગુજરાતના દરિયાઈ પોર્ટ અને એરપોર્ટ પર અવારનવાર વિદેશથી ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસો થતા રહે છે ત્યારે ગુજરાતમાં ડ્રગ્સ બનાવતી એક આખી ફેક્ટરી મળી આવી છે. ગુજરાત ATSને બાતમી મળી હતી કે, વડોદરા નજીક આવેલા સાવલીમાં કેમિકલ બનાવતી નેક્ટર કેમ નામની એક ફેક્ટરીમાં ડ્રગ્સનો જથ્થો છે, જેથી ઘણા દિવસોથી આ ફેક્ટરીની પર નજર રાખવામાં આવતી હતી. આજે વહેલી સવારે ગુજરાત ATS અને વડોદરા SOG ની ટીમના 25થી વધુ અધિકારીઓએ આ ફેક્ટરી પર રેડ પડી હતી. તપાસ કરતા ત્યાંથી 200 કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત રૂ.1000 કરોડથી વધુ થાય છે.

સૂત્રોએ આપેલી માહિતી મુજબ આ ફેક્ટરીમાં કેમિકલ પ્રોસેસ કરીને MD ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. આ ડ્રગ્સ 6 મહિના પહેલા બન્યું હોવાનું આ જાણવા મળી રહ્યું છે. આ ડ્રગ્સ ક્યાં ક્યાં સપ્લાય થતું હતું એ અંગે તપાસ હાથ ધરાઈ છે.

ATSના ઉચ્ચ અધિકારીઓ, FSL, પોલીસની વિવિધ બ્રાંચો અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે અને આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.

Google search engine