અમદાવાદ બાપુનગર હીરા બજારમાં આવેલ ખોડીયાર ચેમ્બરમાં વહેલી સવારે ફાયરિંગ કરીને લૂંટ થઇ હોવાની ઘટના સામે આવી છે. લુંટારા રૂપિયા 20 લાખ લઈને નાસી છૂટ્યા હોવાની માહિતી મળી છે. ડાયમંડ માર્કેટ પાસે ખાનગી પેઢીના કર્મચારી રૂપિયા ભરેલી બેગ લઈને નીકળતા હતા ત્યારે બે શખ્સોએ ફાયરિંગ કરીને બેગ લઈને નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે લુંટારાઓને પકડવા તાજવીજ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ખોડિયાર ચેમ્બરમાં આવેલી એક ખાનગી પેઢીનો કર્મચારી ગઇકાલે 20 લાખ રૂપિયા રોકડા લઇને ઘરે ગયો હતો. આજે સવારે કર્મચારી જ્યારે રૂપિયા લઇને ઓફીસ આવી રહ્યો હતો ત્યારે બે શખ્સોએ તેનો પીછો કર્યો હતો. ઓફીસ પહોંચતા જ બન્ને શખ્સોએ તકનો લાભ લઇ ગોળીબાર કરી રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઇ ગયા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે કર્મચારી પણ શંકાના ઘેરામાં છે. કર્મચારી તેના ઘરેથી નીકળ્યો ત્યારથી લઇને ઓફિસ સુધી પહોચ્યો તેના સીસીટીવી ફૂટેજ એકઠા કરવામાં આવી રહ્યા છે.
લૂંટના સમાચાર મળતાની સાથે જ ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ટેકનીકલ સર્વેલન્સ મદદથી કેસ અંગે તાપસ હાધ ધરી છે.
અમદાવાદના બાપુનગરમાં ધોળાદિવસે ફાયરિંગ કરી 20 લાખની લૂંટ
RELATED ARTICLES