Homeદેશ વિદેશવંડર કિડઃ-2 વર્ષના તન્મયે 155 દેશોના ધ્વજને ઓળખીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

વંડર કિડઃ-2 વર્ષના તન્મયે 155 દેશોના ધ્વજને ઓળખીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

અમૃતસરનો વંડર કિડ તન્મય માત્ર બે વર્ષનો છે અને અદભૂત પ્રતિભા ધરાવે છે. તે 195 દેશોના ધ્વજને જોઈને ઓળખે છે. આ માટે તેનું નામ વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ્સમાં સામેલ કરવામાં આવ્યું છે. સૌથી મોટી વાત એ છે કે જ્યારે તેની એન્ટ્રી વર્લ્ડ રેકોર્ડ માટે મોકલવામાં આવી ત્યારે તે માત્ર 1.8 વર્ષનો હતો.
તન્મય નારંગ અમૃતસરના રણજીત એવન્યુનો રહેવાસી છે. તેની માતા હિના નારંગે જણાવ્યું કે તન્મયની બુદ્ધિ વિકસાવવા માટે તેને તે મુજબ રમતો આપવામાં આવી હતી. આમાં તેણે ફ્લેગ કાર્ડ ગેમમાં ખૂબ રસ દાખવ્યો. આ માટે હાથમાં ઝંડો લઈને તેને દેશનું નામ પૂછવામાં આવ્યું. આ રીતે તે 195 દેશોના ધ્વજને જોઈને જ ઓળખતા શીખી ગયો. તન્મય નારંગ 100 દેશોની કરન્સી, દુનિયાની અજાયબીઓ અને પ્રખ્યાત લોકોના ચહેરાને પણ ઓળખી શકે છે.
તન્મયની માતા હિનાએ જણાવ્યું કે એક દિવસ તેઓ રસીકરણ માટે ડૉક્ટર પાસે ગયા ત્યારે ડૉક્ટર સાથેની વાતચીતમાં તન્મયની પ્રતિભા જાણીને તેઓ ચોંકી ગયા. ડોક્ટરે વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવાની સલાહ આપી હતી. ડૉક્ટરે તેમને જણાવ્યું હતું કે તન્મયનું મગજ 6 વર્ષના બાળકની જેમ કાર્ય કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular