સુરતમાં નિર્માણાધીન બિલ્ડીંગના 14માં માળેથી પટકાતાં 2ના મોત, ગુજરાતમાં બે દિવસમાં બીજી ઘટના

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Surat: અમદાવાદમાં એસ્પાયર-2 બિલ્ડીંગમાં કામ કરતા 13 મળેથી પટકાતા 7 શ્રમિકોના મોત થયાની ઘટના હજુ તાજી જ છે ત્યાં એવી જ એક ઘટના સુરતમાં બની છે. સુરતના બમરોલી-પાંડેસરા વિસ્તારમાં નિર્માણાધીન પેલેડિયમ રેસિડેન્સીમાં 14મા માળે લિફ્ટની કામગીરી કરતા બેનાં યુવાન વર્કર્સ નીચે પટકાતાં કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ઘટના બાદ પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બે દિવસમાં બીજી ઘટના સામે આવતા કન્સ્ટ્રકશન સાઈટ પર શ્રમિકો અને કારીગરોની સેફટી અંગે ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે.
ફરજ પર હાજર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં આવેલી પેલેડિયમ રેસિડેન્સીમાં ઘટના બની છે. આ સોસાયટી હાલ બની રહી છે. હાલ આ રેસિડેન્સીમાં લિફ્ટના સેટ-અપનું કામ ચાલતું હતું અને વર્કર્સ કામ કરતા હતા. 14માં માળે લિફ્ટના સેટ-અપ માટે ડ્રિલિંગનું કામ ચાલી રહ્યું હતું. સ્ટૂલ ઉભા એક વર્કરનું બેલેન્સ લથડ્યું હતું જેને બચાવવા જતાં બીજો વર્કર પણ સાથે નીચે પટકાયો હતો, જેથી બંનેનાં મોત થયાં છે.
આજે સવારે 10.30 આસપાસ આ ઘટના બની હતી. મૃતકોનાની ઓળખાણ મૂળ મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના સિરુડ ગામના વતની આકાશ સુનિલ બોરસે(ઉ.વ.25) અને નિલેશ પ્રહલાદ પાટીલ (ઉ.વ.22) તરીકે થઇ છે. બંને કેટલાક સમયથી સુરતમાં જ રહેતા હતા.
ગુજરાતમાં બે દિવસના ગાળામાં આવી બીજી ઘટના છે. ત્યારે સતત બની રહેલી આ ઘટનાઓ અનેક સવાલો ઉભા કરે છે. શ્રમિકોની સલામતીની કેમ દરકાર નથી લેવાઈ રહી? શ્રમિકોના મોત મામલે બિલ્ડર સામે કાર્યવાહી કરાશે?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.