Patna: ભાજપની ભૂતપૂર્વ પ્રવકતા નૂપુર શર્માના નિવેદનને લઇને થયેલો હોબાળો શાંત થવાનુ નામ લઇ રહ્યો નથી. હવે બિહારના ભોજપુર જિલ્લાના આરામાં પણ કેટલાક યુવકોએ દીપક નામના યુવકને જાનથી મારી નાખવાના ઇરાદેથી તેના પર હુમલો કર્યો હતો.
જાણકારી અનુસાર દીપકે સાત દિવસ પહેલા ફેસબુક પર નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી. એ પછી રઇસ નામના યુવકે તેના પોસ્ટ પર અભદ્ર ટિપ્પણી કરી હતી, જે પછી વિવાદ વધી ગયો હતો. મંગળવારે રાત્રે રઇસ અને દીપક ચાની દુકાન પર ચા પી રહ્યા હતા. એ દરમિયાન નૂપુર શર્માની પોસ્ટને લઇને વિવાદ થઇ ગયો હતો.
જોત જોતામાં વાત મારપીટ સુધી પહોંચી ગઇ હતી. એ પછી રઇસ તેની સાથે 20થી 30 લોકોને લઇને આવ્યો હતો અને તેમણે દીપકને ઢોર માર માર્યો હતો. દરમિયાન ઘટનાસ્થળે હાજર લોકોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.