વલસાડના કપરાડામાં વાસી ખોરાક ખાતા એક જ પરિવારની 2 બાળકીઓના મોત, 4ની હાલત ગંભીર

આપણું ગુજરાત

Valsad: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વિરક્ષેત્ર ગામમાં વાસી ખોરાક આરોગતા એક જ પરિવારના છ લોકોને ફૂડ પોઇઝનીંગ(food poisoning) થયાની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારની બે બાળકીઓના મોત થયા છે. જ્યારે ચાર પરિવારજનોની હાલત ગંભીર છે. મળતી માહિતી મુજબ પરિવારજનોએ બે દિવસ પહેલા રાંધેલા ભાત ખાધા હોવાથી ફૂડ પોઈઝનીંગની અસર થઇ છે. દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
એક સાથે એક જ પરિવારની બે બાળકીઓના ફૂડ પોઝનિંગના કારણે મૃત્યુ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક દષ્ટિએ પરિવારના સભ્યોએ બે દિવસ પહેલા રાંધેલા ભાત ખાવાથી આ ફૂડ પોઇઝનીંગની અસર થઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે. મૃત્યુનું સ્પષ્ટ કારણ મૃતકોના પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે.
હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલા ચાર પરિવારજનોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગની ટીમેં તાત્કાલિક વિરક્ષેત્ર ગામમાં પહોંચી અસરગ્રસ્ત પરિવારના ઘરની તપાસ શરુ કરી છે. આસપાસના લોકોના અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પરિવારના સભ્યોના નિવેદન લેવામાં આવી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.