રાંચીઃ અહીંના જે.એસ.સીએ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે સૌથી પહેલી ટવેન્ટી-ટવેન્ટી મેચ રમાઈ હતી, જેમાં પહેલા દાવમાં ન્યૂઝીલેન્ડે છ વિકેટે 176 રન બનાવ્યા હતા. 177 રનના ટાર્ગેટ સામે ટીમ ઇન્ડિયા ૧૫૫ રને ઓલ આઉટ થઈ ગયું હતું જેથી ભારત સામે ન્યૂ ઝીલેન્ડે ૧-૦થી સરસાઇ મેળવી છે. ૧૭૭ રનનો લક્ષ્યાંક હાંસલ કરવામાં ભારત સરેઆમ નિષ્ફળ રહ્યું હતું, જેમાં શરુઆતથી લઇ અંત સુધીમાં ભારતીય ટીમે નબળું પ્રદર્શન કર્યું હતું, જેથી અંતમાં ભારત ૨૦ ઓવરમાં ૧૫૫ રન બનાવી શક્યું હતું, તેથી અંતમાં ન્યૂ ઝીલેન્ડ સામે ૨૧ રને હાર્યું હતું.
ભારત વતીથી સૌથી વધારે રન સુર્ય કુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ બનાવ્યાં હતાં. પંડ્યાએ ૨૧ અને યાદવે ૪૭ રન બનાવ્યા હતા, ત્યાર બાદ બાજી વોશિંગ્ટન સુંદર અને દીપક હુડ્ડા એ બાજી સંભાળી હતી, પણ ૧૧૨ રને ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવ્યા પછી ભારત હાર તરફ ઝુકાવ્યું હોય એમ તબક્કા વાર વિકેટો પડી હતી, જેમાં દીપક હુડ્ડા ૧૦ રન બનાવી પવેલિયન ભણી ચલતી પકડી હતી. રાંચીમાં રમાયેલી પહેલી ટ્વેન્ટી ટ્વેન્ટી મેચમાં
ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. ન્યૂઝીલેન્ડે પહેલા દાવમાં 176 રન કર્યા હતા, જેમાં સૌથી વધારે રન મિચેલ અને ડેવોન કોન્વેએ કર્યા હતા. ભારત બેટિંગમાં આવ્યા પછી શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી અને ઈશાન કિશન એમ ત્રણ વિકેટ (દસ રને પહેલી, બીજી વિકેટ 11 રને અને ત્રીજી વિકેટ પંદર રને પડી હતી) સાવ સસ્તા સ્કોરે ગુમાવી હતી.
અલબત્ત, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે શ્રેણીમાં 3-0થી ભારતે વિજય મેળવ્યો હતો. ટવેન્ટી-ટવેન્ટીમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની યંગ ઈન્ડિયન ટીમનું એકંદરે પહેલી મેચમાં પ્રભુત્વ જોવા મળ્યા હતા.
શુક્રવારે રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાએ સ્પિનર કુલદીપ યાદવની અજમાઈશ કરી હતી. કુલદીપ યાદવે ગ્લેન ફિલિપ્સની લીધી હતી, જ્યારે વોશિંગ્ટન સુંદરે બે, જ્યારે અર્શદીપ અને શિવમ માવીએ એમ બંનેએ એક-એક વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડવતીથી સૌથી વધારે રન ડેરેલ મિચેલ બનાવ્યા હતા. 30 બોલમાં 59 રન બનાવ્યા હતા, જેમાં પાંચ સિક્સર મારી હતી, જયારે કોન્વેએ 35 બોલમાં 52 રન બનાવ્યા હતા. આ ઉપરાંત, ફિન એલને 23 બોલમાં 35 રન બનાવ્યા હતા.