આજના સમયમાં મેડિકલ સાયન્સ ખૂબ જ આગળ વધી ગયું છે ત્યારે આશ્ચર્ય પમાડે તેવા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર પોર્ટુગલ (Portugal) માં 19 વર્ષની એક યુવતીએ જોડિયા બાળકોને જન્મ આવ્યો છે. બાળકોના જન્મ બાદ ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટરો પણ હેરાન થઈ ગયા છે. ટેસ્ટ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, બંને બાળકોના પિતા અવગ અલગ છે. આ રેર કેસ છે. આવા પ્રકારનો દુનિયાનો આ બીજો કેસ છે. તેને મેડિકલ સાયન્સની ભાષામાં Heteroparental Superfecundation કહેવાય છે. પોર્ટુગલ મીડિયાએ જણાવ્યાનુસાર આ ઘટના ગોઈયા રાજ્યના નાના શહેરમાં જોડિયા બાળકને જન્મ આપનારી માતાએ ખુલાસો કર્યો હતો કે તેણે બે પુરુષો સાથે કેટલાક કલાકોના અંતરમાં સેક્સ માણ્યું હતું.

Google search engine