સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ બેહાલ, ઓપરેશન્સ થયા પોસ્ટપેન્ડ
રાજ્યના આશરે 18 લાખ સરકારી કર્મચારીઓ, શિક્ષક-શિક્ષકેત્તર કર્મચારીઓ આજથી બેમુદ્દત હડતાળ પર ઉતર્યા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવામાં એવી માગણી માટે આ કર્મચારીઓએ હડતાળ પર જવાની જાહેરાત કરી હતી. આ હડતાળને કારણે સરકારી હોસ્પિટલ, શાળા, કોલેજ, નગરપાલિકા, જિલ્લા પરિષદ, તહેસીલદાર કાર્યાલય સહિતના અન્ય સરકારી વિભાગના કામકાજ ઠપ્પ થઈ ગયા છે. નર્સ, વોર્ડ બોય સહિત અન્ય સરકારી ઓફિસના કર્મચારીઓએ પોત-પોતાના ઓફિસની બહાર આવીને નારેબાજી કરી હતી. મુંબઈ, થાણે, પુણે, સંભાજીનગર (ઔરંગાબાદ), નાગપુર સહિત રાજ્યની અનેક સરકારી હોસ્પિટલમાં ઓપરેશન્સ પોસ્ટપોન્ડ કરવામાં આવ્યા છે, જેને કારણે દર્દીઓને પારાવાર હાલાકિનો સામનો કરવો પડી રહ્યો છે.
જૂની પેન્શન યોજના લાગુ કરવાની પ્રમુખ માગણી માટે રાજ્ય સકકાર ફોર્થ ક્લાસ ડોક્ટર્સ આજે મોટા પ્રમાણમાં હડતાળમાં જોડાયા છે. જ્યાં સુધી જુની પેન્શન યોજના લાગુ નહીં કરવામાં આવે ત્યાં સુધી કામ પર પાછા નહીં ફરીશું એવો નિર્ણય ડોક્ટરોએ લીધો છે. નર્સ અને પરિચારિકાઓ પણ આ હડતાળમાં સહભાગી થતાં સાયન હોસ્પિટલમાં સન્નાટો જોવા મળ્યો હતો. આ હડતાળને કારણે દર્દીઓને પારાવાર હાલાકિનો સામનો કરવો પડી રહ્યો છે. આ એકલા સાયન હોસ્પિટલની વાત નથી. મુંબઈની અન્ય હોસ્પિટલમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યા છ
શું છે માગણીઓ:
- જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી
- બાળમંદિર, આંગણવાડી, આશા વર્કર્સ અને બદલી કર્મચારીઓને સરકારી સેવામાં કાયમી કરવા
- ખાલી પદ પર 100 ટકા ભરતી
- ક્લર્ક સહિત એના જેવા જ અન્ય કામોને સમાન વળતર આપો
- રિટાયરમેન્ટની ઉંમર વધારીને 60 કરો
- હિલા કર્મચારીઓને કેન્દ્ર જેવા લાભ અને સુવિધા આપો