ભારતીય કફ સિરપના ઉપયોગ બાદ આફ્રિકન દેશ ગામ્બિયામાં થયેલા 70 જેટલા બાળકોના મોત બાદ આવી જ ઘટના ઉઝબેકિસ્તાનમાંથી સામે આવી છે. ઉઝબેકિસ્તાને દાવો કર્યો છે કે ભારતમાં નિર્મિત કફ સિરપથી બાળકોના થઇ રહ્યા છે. ઉઝબેકિસ્તાનના આ દાવા બાદ ભારત સરકારે ઉઝબેકિસ્તાનથી રિપોર્ટ મંગાવ્યો છે. સંબંધિત ફાર્માસ્યુટિકલ કંપની કથિત રીતે નોઈડાની જણાવવામાં આવી રહી છે.
ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે આરોપ લગાવ્યો છે કે ગામ્બિયાની ઘટનાના મહિનાઓ પછી એક ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ઉત્પાદિત દવાઓનું સેવન કરવાથી તેમના દેશમાં 18 બાળકોના મોત થયા છે.
ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્રીય ડ્રગ્સ રેગ્યુલેટરી ટીમે યુપી ડ્રગ્સ લાઇસન્સિંગ ઓથોરિટીનો પણ સંપર્ક કર્યો છે જેથી ફાર્માસ્યુટિકલ કંપની સામે તપાસ શરૂ કરી શકાય. દરમિયાન, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ના સૂત્રોએ જણાવ્યું છે કે આ સીરપ હાલમાં ભારતીય બજારમાં વેચવામાં આવી રહી નથી.
મળતી માહિતી મુજબ, સિરપ બનાવનારી કંપનીનું નામ મેરિયન બાયોટેક છે. મેરિયન બાયોટેક કંપની 2012માં ઉઝબેકિસ્તાનમાં રજીસ્ટર થઈ હતી. ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે મૃત્યુ પામેલા બાળકોએ નોઈડા સ્થિત મેરિયન બાયોટેક દ્વારા ઉત્પાદિત ડોક-1 મેક્સ સિરપનું સેવન કર્યંક હતું. અત્યાર સુધીમાં શ્વાસની ગંભીર બિમારીવાળા 21માંથી 18 બાળકો ડોક-1 મેક્સ સિરપ લીધા બાદ મૃત્યુ પામ્યા છે. મૃતક બાળકોએ હોસ્પિટલમાં દાખલ થયા પહેલા 2-7 દિવસ સુધી દિવસમાં 3-4 વખત આ દવા લીધી હતી.