કેરળઃ કેરળમાં એક 17 વર્ષીય દીકરીએ પોતાના પિતાને લિવરનો અમુક હિસ્સો ડોનેટ કરીને ને દેશની સૌથી નાની વયની ઓર્ગન ડોનર બની ગઈ હતી. 12મા ધોરણમાં ભણી રહેલી દેવઆનંદે 9મી ફેબ્રુઆરીના તેના બીમાર પિતાને લિવરનો એક હિસ્સો ડોને કર્યો હતો અને આ માટે કેરળ હાઈ કોર્ટ પાસેથી પરવાનગી લીધી હતી.
કોર્ટની પરવાનગી બાદ દેવઆનંદે પોતાના 48 વર્ષીય પિતાને લિવરનો હિસ્સો ડોનેન કર્યો હતો. અલુવા ખાતેની રાજગિરી હોસ્પિટલમાં આ સર્જરી કરવામાં આવી હતી અને હોસ્પિટલે પણ દેવઆનંદના આ સાહસી પગલાંને બિરાદાવવા માટે સર્જરીનો ખર્ચ માફ કર્યો છે.
એકાદ અઠવાડિયું હોસ્પિટલમાં રહ્યા બાદ તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો અને પિતાને યોગ્ય ડોનર ન મળતાં આખરે દીકરીએ જ દેવઆનંદે જ ડોનર બનવાનું નક્કી કર્યું હતું. હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એકટ 1994માં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર સગીરવયના ડોનરે ઓર્ગન ડોનેશન માટે કોર્ટની પરવાનગી લેવી પડે છે.
દેવઆનંદે પણ કેરળ હાઈ કોર્ટમાં ઓર્ગન ડોનેશન માટે પરવાનગી માગી હતી અને આખરે તેને પરવાનગી મળતાં પિતાને લિવરનો હિસ્સો ડોનેટ કરીને તેમને નવું જીવન આપ્યું હતું.