Homeદેશ વિદેશ17 મહિનાથી કાનપુરમાં વ્યક્તિના મૃતદેહ સાથે રહેતો હતો પરિવાર, પછી જે થયું…

17 મહિનાથી કાનપુરમાં વ્યક્તિના મૃતદેહ સાથે રહેતો હતો પરિવાર, પછી જે થયું…

[ad_1]

ડૉક્ટરોની નજરમાં તો આ કિસ્સો અતિશય પ્રેમ માનસિક રોગમાં પરિણમવાનો છે. કાનપુર (ઉત્તર પ્રદેશ)માં એક આવકવેરા અધિકારીનું ગયા વર્ષના એપ્રિલ મહિનામાં જ મૃત્યુ થયું હતું, પરંતુ પરિવાર 17 મહિનાથી તેના શબની સાથે રહેતો હતો.
17 મહિનાથી મૃતક વિમલેશના પિતા રામૌતર, માતા રામદુલારી, પત્ની મિતાલી દીક્ષિત, પુત્ર સંભવ (4) અને પુત્રી દ્રષ્ટિ (18 મહિના), ભાઈઓ સુનીલ અને દિનેશ અને તેમની પત્નીઓ તેના મૃતદેહ સાથે રહેતા હતા. બધા માનતા હતા કે વિમલેશ જીવતો હતો, માત્ર કોમામાં હતો. એક દિવસ તે સ્વસ્થ થઈને ઉભો થશે. બેંકમાં જતા પહેલા સહકારી બેંકના મેનેજર મિતાલી પતિના ચરણ સ્પર્શ કરીને એમના પર ગંગાજળનો છંટકાવ કરતી હતી અને એની સાથે વાતચીત કરતા કહેતી, ઑફિસમાંથી આવીને મળું છું. તું કંઇ ખાતો-પીતો નથી. વિમલેશના માતા-પિતા, ભાઇ પણ એની દેખભાળ કરતા. એનો પુત્ર પણ તેમનું ધ્યાન રાખતો હતો.
ડૉક્ટર આને એક દુર્લભ કેસ અને ઘરના લોકોને મનોરોગીઓ ગણાવી રહ્યા છે, જેમણે એ પણ નહીં વિચાર્યું કે 17 મહિના સુધી કંઇ પણ ખાધાપીધઆ વગર કોઇ કેવી રીતે જીવી શકે. આ મનોરોગી પરિવારની આસપાસ રહેતા લોકો જણાવે છે કે આ પરિવારની દિનચર્યામાં કોઈ અસાધારણતા નહોતી, સિવાય કે આ લોકો સમાજથી સંપૂર્ણપણે વિખૂટા પડીને એકલવાયુ જીવન જીવતા હતા અને કોઇની સાથે હળતાભળતા નહોતા.
17 મહિના પહેલા મૃત્યુ પામેલા વિમલેશના મૃતદેહને સાચવવામાં આવ્યો હતો, પરંતુ વિશ્વમાં કેમિકલ વગરના કોઈ મૃતદેહને મહિનાઓ સુધી સાચવવામાં આવ્યા હોવાનો કોઈ રેકોર્ડ નથી. વિમલેશના શરીર પર આવા કોઈ રસાયણનો ઉપયોગ કરવામાં આવ્યો ન હોવાનો દાવો સબંધીઓ દ્વારા કરવામાં આવ્યો હોવા છતાં તે નિષ્ણાતોની સમજની બહાર છે. સામાન્યપણે ચાર દિવસ બાદ શરીર સડવા માંડે છે અને સાત દિવસ બાદ તેમાં કીડા પડવા માંડે છે.
મૃતદેહને સાચવવા માટે પરિવારે કયા કેમિકલનો ઉપયોગ કર્યો હતો એ રહસ્ય હજી ખૂલ્યું નથી. ડૉક્ટરોનું કહેવું છે કે કેમિકલ વગર તો શબમાંથી દુર્ગંધ આવવા માંડે અને આસપાસના લોકોને ખબર પડી જ જાય. જ્યારે પરિવારવાળા કોઇ પણ કેમિકલનો ઉપયોગ કર્યો નહીં હોવાનું જણાવી રહ્યો છે.
મૃતકના પિતાએ જણાવ્યું હતું કે વિમલેશના ધબકારા ચાલુ હતા તો અમે કેવી રીતે એના અગ્નિસંસ્કાર કરીએ. અમે તેને બચાવવાના પ્રયાસો કરતા હતા. અને કોઇ ચમત્કારની આશા રાખી રહ્યા હતા.
વિમલેશ 17 મહિનાથી ઑફિસ નહીં જવાથી ઑફિસવાળાએ તપાસ શરૂ કરતા તેનું મૃત્યુ થયું હોવાની માહિતી બહાર આવી હતી. ત્યારબાદ પોલીસની સાથે મેડિકલ ટીમ મોકલવામાં આવી હતી. અને લાશને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કૉલેજમાં લાવવામાં આવી હતી. પોલીસે અંતિમ સંસ્કાર કરવાની સૂચના સાથે લાશ પરિવારજનોને સોંપી હતી. ત્યાર બાદ પરિવાર મૃતદેહ લઇને ગુમ થઇ ગયો હતો. પોલીસે મહામહેનતે એમને શોધ્યા હતા અને મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા.
એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે મૃતકની પત્ની માનસિક રીતે અસ્થિર હોવાનું જણાય છે.Post Views:
141
[ad_2]

RELATED ARTICLES

Most Popular