શોકીંગ!, અંધેરીથી ગુમ કિશોરીનો મૃતદેહ વસઈમાં બેગમાંથી મળી આવ્યો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાયંદર: અંધેરીથી ગુમ ૧૬ વર્ષની કિશોરીનો હત્યા કરાયેલો મૃતદેહ વસઈ નજીક એક બેગમાંથી મળી આવ્યો હતો. વાલિવ પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારે બપોરે બે વાગ્યાની આસપાસ કિશોરીનો મૃતદેહ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાસે નાયગાંવ બ્રિજ નજીક ઝાડીઝાંખરાંમાંથી મળી આવ્યો હતો. રાહદારી નજર નધણિયાતી બેગ પર પડતાં પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
આ પ્રકરણે વાલિવ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કિશોરીના પેટ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેની કથિત હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ મૃતદેહને ચાદરમાં વીંટાળી બેગમાં ભરવામાં આવી હોવાનું પ્રથમદર્શી જણાયું હતું.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે કિશોરી અંધેરીની રહેવાસી છે. અંધેરીથી ગુમ કિશોરીના વડીલોએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.