હેવાનિયતની હદ પાર! સગીરા સાથે કારમાં આચર્યું દુષ્કર્મ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દિલ્હીમાં 16 વર્ષની સગીરાને તેના ઘરની નજીકથી અપહરણ કરીને ચાલતી કારમાં તેની સાથે સામુહિક બળાત્કાર થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી દક્ષિણ દિલ્હીના વસંત વિહારથી ગાઝિયાબાદ સુધી લગભગ 44 કિમી સુધી કાર ચલાવતા અને ચાલતી કારમાં તેણે આ દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન કોઈને આ ઘટનાની ખબર પડી નહોતી. એટલું જ નહીં આરોપીઓએ આ ઘટનાનો વીડિયો પણ બનાવી લીધો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઘરની પાસે રહેતા ત્રણેય આરોપીની પોલીસે ધરપકડ કરી હોવાની માહિતી મળી રહી છે.
પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે, છ જુલાઈના પોતાના મિત્રના ઘરેથી પાછી આવતી વખતે વસંત વિહારના માર્કેટમાં બે આરોપીને મળી હતી. થોડા સમય બાદ તેણે પોતાના અન્ય મિત્રોને બોલાવ્યા અને મને તેમની સાથે કારમાં લેતા ગયાં. આરોપીઓએ કથિત રીતે પીડિતાને દારૂ પીવડાવ્યો અને બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં મારપીટ પણ કરી હતી. આરોપીઓએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો.
પીડિતાને દારૂ પીવડાવ્યા બાદ મને એક સુમસામ જગ્યાએ લઈ ગયા અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું, પીડિતાએ મોડી રાત્રે તેના માતા-પિતાને આ ઘટનાની જાણ કરી હતી, જે બાદ તેઓ પોતાની દીકરીને હોસ્પિટલ લઈ ગયા હતાં. પીડિતાના નિવેદનના આધારે પોક્સો એક્ટ હેઠળ અને આઈપીસીની સંબંધિત કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
મળતી માહિતી અનુસાર ત્રણેય આરોપીની ઉંમર 23,25 અને 35 વર્ષ છે. પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે વસંત વિહાર પોલીસ સ્ટેશનમાં આઠમી જુલાઈ સવારે ચાર વાગ્યે કોલ આવ્યો જેમાં ત્રણ લોકોએ એક છોકરી પર બળાત્કાર ગુજાર્યો હોવાની માહિતી આપી હતી. આ કોલ પીડિતાના પિતાનો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.