પંચાંગ

(દક્ષિણાયન સૌર વર્ષાૠતુ), રવિવાર, તા. ૩૧-૭-૨૦૨૨,

આદિત્ય પૂજન, હરિયાલી ત્રીજ

ભારતીય દિનાંક ૯, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪,
શ્રાવણ સુદ-૩
જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ,
તિથિ સુદ-૩
પારસી શહેનશાહી ૨૦મો બહેરામ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
પારસી કદમી રોજ ૧૫મો દએપમહેર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧૩મો તીર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨જો, માહે ૧લો મોહર્રમ સને ૧૪૪૪
મીસરી રોજ ૩જો, માહે ૧લો મોહર્રમ સને ૧૪૪૪
નક્ષત્ર મઘા બપોરે ક. ૧૪-૧૯ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૦ સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૩, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૧ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ:-
ભરતી : બપોરે ક. ૧૩-૫૪, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૪૧ (તા. ૧)
ઓટ: સવારે ક. ૦૬-૫૦, રાત્રે ક. ૧૯-૫૩
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – તૃતીયા. આદિત્ય પૂજન, મધુશ્રવા તૃતિયા, હરિયાલી ત્રીજ, મુસ્લિમ ૧લો મોહર્રમ માસારંભ, હિજરી સન ૧૪૪૪ પ્રારંભ (મુસ્લિમ), આદિપુરમ (દક્ષિણ ભારત), બુધ સિંહમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૪૬. સૂર્ય મહાનક્ષત્ર પુષ્યમાં વાહન શિયાળ.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: દક્ષિણ ભારતમાં તથા સર્વત્ર સૂર્યપૂજાનો મહિમા.
મઘા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, વડનું પૂજન, પિતૃપૂજન, કેતુ ગ્રહદેવતા, ભગવાન સૂર્યનારાયણ, ગાયત્રી જાપ, હવન, મધ્યાહનનો પ્રવાસ કેસર ખાઈ પ્રારંભવો, મુંડન કરાવવું નહીં, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, નિત્ય થતાં ઘર, ખેતર, જમીન, મકાનના લેવડદેવડના કામકાજ.
શ્રાવણ પર્વ મહિમા: જગતના સ્વામી, જેઓ દેવતાઓના પણ આરાધ્ય દેવ છે. અને દેવતાઓ પર શાસન કરનારા છે. જેમની ધ્વજા ઉપર વૃષભનું ચિહ્ન છે એ ભગવાન શિવને નતમસ્તક પ્રણામ કરું છું. આજ રોજ શ્રી ગણેશ સહિત શિવ પરિવારની પૂજાનો મહિમા છે. પંચતત્ત્વોમાંના એક ભગવાન સૂર્યનારાયણનું પૂજન અવશ્ય કરવું, શ્રી વિષ્ણુ-લક્ષ્મીની પૂજા અવશ્ય કરવી.
આચમન: બુધ-શનિ પ્રતિયુતિ તકરારી સ્વભાવ, સૂર્ય-ગુરુ ત્રિકોણ દાનપ્રિય.
ખગોળ જ્યોતિષ: બુધ-શનિ પ્રતિયુતિ, સૂર્ય-ગુરુ ત્રિકોણ (તા. ૧)
ગ્રહગોચર: સૂર્ય-કર્ક મંગળ-મેષ, માર્ગી બુધ-કર્ક, વક્રી ગુરુ-મીન, શુક્ર-મિથુન, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.