૧.૩૬ કરોડ લોકોને કટોકટીના સમયમાં મદદરૂપ રહી

ભાવનગર: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન ડૉ. મનસુખભાઈ માંડવિયાએ આજે ભાવનગર ૧૦૮ની ટીમની પાલીતાણા ખાતે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય પ્રધાને ૧૦૮ના ટીમના સભ્યો સાથે વાર્તાલાપ કરીને જોખમ ધરાવતી સગર્ભા માતાઓની સંભાળ અને નવજાત શિશુ અંગેના કાર્યની નોંધ લીધી હતી અને ૧૦૮ની ટીમના કાર્યની પ્રશંસા કરી હતી.
આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં ૧૦૮ ટીમ દ્વારા અનેકવાર એમ્બ્યુલન્સ જ પ્રસૂતિ કરવામાં આવે છે એ સમાચાર મળે એટલે મને દિલ્હીમાં ગૌરવ અનુભૂતિ થાય છે અને અન્ય રાજ્યોમાં તે અંગેના હું દૃષ્ટાંત સાથેના ઉદાહરણો ટાંકું છું. ૧૦૮ની ટીમ કોઈપણ અપત્કાલિન પરિસ્થિતિમાં સર્વોત્તમ કામગીરી કરતી આવી છે અને વાવાઝોડાની પરિસ્થિતિમાં પણ ૧૦૮ સેવાનું ઉત્તમ પ્રદાન રહ્યું છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, દેશમાં ૭૫માં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવણી થઈ રહી છે ત્યારે ૧૦૮ સેવાને પણ આજે ૧૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે તેનો આનંદ છે.
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શરૂ કરવામાં આવેલી ૧૦૮ સેવાએ છેલ્લાં ૧૫ વર્ષ દરમિયાન ૧.૩૬ કરોડ લોકોને કટોકટી સમયમાં છેવાડાના નાગરિકો મદદરૂપ બની છે. લોકોપ્રિયતા, વિશ્ર્વસનિયતા, કાર્યક્ષમતાના કારણે લોકો તરફથી મળતો અભૂતપૂર્વ પ્રતિસાદ વચ્ચે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ક્ષેત્રે દેશમાં ગુજરાત અગ્રીમ સ્થાને છે. તેમણે જણાવ્યું હતું કે, ૧૫ વર્ષ પહેલાં આ પહેલ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દ્વારા કરવામાં આવી હતી. જે આજે રાજ્યમાં વટવૃક્ષ બનીને ૮૦૦થી વધારે એમ્બ્યુલન્સ સેવા લોકોની સેવામાં સમર્પિત છે. જે રોજ ૩,૦૦૦થી વધારે દર્દીઓને સમયસર હૉસ્પિટલમાં ખસેડવામાં આવે છે. જે અનેક લોકોને નવજીવન આપે છે. જે શહેરી વિસ્તારોમાં ૧૧ મિનિટમાં અને ગ્રામીણ વિસ્તારોમાં ૨૦ મિનિટમાં પ્રતિસાદ આપે છે. સાથે જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર ભારતમાં પ્રથમવાર ૧૦૮ ઍર એમ્બ્યુલન્સ પણ શરૂ કરવામાં આવી છે. ગુજરાત ૧૦૮ સેવાના અત્યાધુનિક ૨૪ કલાક કાર્યરત ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની કુલ ૩૬,૦૦૦થી વધારે દેશ અને વિદેશીના નિષ્ણાતો દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે તે તેનું મહત્ત્વ પ્રદર્શિત કરે છે, તેમ તેમણે જણાવ્યું હતું.

Google search engine