દિલ્હી બાદ હવે ઝારખંડ હાઈ કોર્ટે સગીરાઓને તેમની પસંદના છોકરા સાથે લગ્ન કરવાની છૂટ આપી છે. ઝારખંડ હાઈ કોર્ટે પર્સનલ લો બોર્ડને ટાંકીને ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, 15 વર્ષની મુસ્લિમ છોકરી પોતાની પસંદની વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે.
બાળકીના પિતાએ બિહારના નવાદા જિલ્લાના રહેવાસી મોહમ્મદ સોનુ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. જેમાં તેમણે સોનુ પર આરોપ લગાવ્યો હતો કે તેણે તેમની દીકરીને લાલચ આપીને તેની સાથે લગ્ન કરી લીધા હતા. જે બાદ સોનુએ આ એફઆઈઆરને હાઈકોર્ટમાં પડકારી હતી. કોર્ટે કહ્યું કે મુસ્લિમ પર્સનલ લો હેઠળ 15 વર્ષની છોકરી પોતાની પસંદના છોકરા સાથે લગ્ન કરી શકે છે તેના પર કોઈ પ્રતિબંધ નથી. હાઈકોર્ટના નિર્ણય બાદ સગીરાના પિતાએ પણ પોતાની સંમતિ આપી હોવાનું જાણવા મળ્યું હતું.
ઝારખંડ હાઈકોર્ટે આપી સગીરાઓને આઝાદી! કહ્યું, 15 વર્ષની છોકરી પોતાની પસંદના છોકરા સાથે લગ્ન કરી શકે
RELATED ARTICLES