Maharashtra Crisis: શિવસૈનિકોના પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારે બળવાખોર વિધાનસભ્યોને આપી સુરક્ષા, ઘરની બહાર CRPFના જવાન તહેનાત

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મહારાષ્ટ્રમાં સત્તાના મહાસંગ્રામનું કોકડું દિવસેને દિવસે ગૂંચવાતું જાય છે. શિવસૈનિકો બળવાખોર વિધાનસભ્યો વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે, જેને લઈને શિંદે કેમ્પના નેતાઓએ પોતાની અને પરિવારની સુરક્ષાની માગણી મહારાષ્ટ્ર સરકાર પાસે કરી હતી. આ મામલે કેન્દ્ર સરકાર તરફથી મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર શિંદે કેમ્પના 16 વિધાનસભ્યોના ઘરની બહાર કેન્દ્ર સરકારે સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે આ નિર્ણય શિંદે કેમ્પની અપીલ બાદ લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે.
એકનાથ શિંદે જૂથે 25 જૂન એટલે કે શનિવારે કેન્દ્રીય ગૃહ સચિવ અને રાજ્યપાલને તેમના પરિવારને સુરક્ષા આપવા બદલ પત્ર લખ્યો હતો. કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ તમામ બળવાખોર વિધાનસભ્યોના ઘરની બહાર રવિવાર એટલે કે આજે સાંજ સુધીમાં CRPFના જવાનોને તહેનાત કરવામાં આવશે અને વિધાનસભ્યોને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવશે.
કેન્દ્ર સરકાર પાસેથી સુરક્ષાની માગણી પહેલા શિંદે કેમ્પના નેતાઓએ મહારાષ્ટ્ર સરકાર પાસે અપીલ કરી રહી. જોકે, જવાબરૂપે સરકારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી તેમની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો નથી. જે વિધાનસભ્યોના ઘરે તોડફોડ થઈ છે ત્યાં પોલીસ ફોર્સ તહેનાત કરવાના આદેશ આપવામાં આવ્યા હતાં.
નોંધનીય છે કે અપક્ષ સાંસદ નવનીત રાણાએ શનિવારે બળવાખોર વિધાનસભ્યોના પરિવારને સુરક્ષા આપવાની માગણી રી હતી અને હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે એવું જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.