Homeવેપાર વાણિજ્યડૉલર સામે રૂપિયામાં ૧૫ પૈસાનો સુધારો

ડૉલર સામે રૂપિયામાં ૧૫ પૈસાનો સુધારો

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધથી ૧૫ પૈસાના સુધારા સાથે ૮૨.૧૬ના મથાળે બંધ રહ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૮૯૦.૬૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૩૧ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૨.૨૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૨૮ અને ઉપરમાં ૮૨.૧૬ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૫ પૈસાના સુધારા સાથે સત્રની ઊંચી ૮૨.૧૬ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૨૬ ટકા ઘટીને ૧૦૨.૫૯ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪૨ ટકા અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪૨ ટકા ઘટીને બેરલદીઠ ૭૭.૭૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૦.૧૪ પૉઈન્ટનો અને ૩૪ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૮૯૦.૬૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હોવાથી રૂપિયામાં સુધારો સિમિત રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -