મહારાષ્ટ્રના પાલઘરમાં એક યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. વસઈ તાલુકામાં રહેતી 14 વર્ષની સગીર છોકરીએ પોતાની સ્યુસાઇડ નોટમાં પિતા પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે . પીડિતાએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસ અધિકારીએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ઘટના સ્થળ પરથી પોલીસને એક સુસાઈડ નોટ મળી છે, જેમાં છોકરીએ તેના પિતા પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. અધિકારીના જણાવ્યા અનુસાર, યુવતીએ ત્રણ દિવસ પહેલા પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. સંબંધિત પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો અને આ મામલે અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો હતો.
પોતાની સ્યુસાઇડ નોટમાં પીડિતા કિશોરીએ એમ પણ લખ્યું હતું કે તેણે આ અંગે તેની માતાને ફરિયાદ કરી હતી, પરંતુ તે આ મામલે કોઈ પગલું ભરવામાં નિષ્ફળ રહી હતી. પીડિતાએ અપીલ કરી છે કે તેના પિતાને આ ગુના માટે બક્ષવામાં ન આવે. તેણે તેના પિતાને કડક સજા કરવાની માંગ કરી છે.
પોલીસ આ કેસની જડ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે કે પ્રયાસ કરી રહી છે કે જ્યારે દીકરીએ માતાને આખું સત્ય કહી દીધું તો પછી માતાએ કેમ કોઈ પગલું ન ભર્યું? માતા પોતાની દીકરીના સન્માનની રક્ષા માટે કેમ આગળ ન આવી? શું તેના પતિના જેલમાં ગયા પછી પોતાના અને પુત્રીના ભરણપોષણને લઈને માતાના મનમાં આર્થિક અસુરક્ષાની લાગણી હતી? કે પછી માતાને ડર હતો કે જો તેણી પોલીસમાં ફરિયાદ કરશે તો તેનો પતિ તેને અને તેની પુત્રીને મારી નાખશે? કોઈ કારણ તો હશે જ, જેને કારણે માતાએ દીકરીની ફરિયાદની અવગણના કરી હશે અને દીકરીને માતાની અવગણનાથી એટલો બધો આઘાત લાગ્યો કે તેણે આત્મહત્યાનું કરી લીધી.
‘પિતાની ગંદી હરકતો વિશે માતાને કહ્યું, કંઈ થયું નહીં’, તો સગીરાએ કરી આત્મહત્યા
RELATED ARTICLES