ઘોર કળયુગઃ યુપીમાં ભાઈ અને પિતાએ જ સગીરા પર આચર્યું દુષ્કર્મ

દેશ વિદેશ

ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં એક સગીરા સાથે ગેંગરેપ થયાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગેંગરેપનો આરોપ તેના જ પરિવારના ત્રણ પુરુષો પર લગાવવામાં આવ્યો હોવાની જાણકારી પોલીસે આપી છે.

મળતી માહિતી અનુસાર 13 વર્ષની અનુસુચિત જાતિની સગીરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે જણાવ્યું હતું કે હાથીપુર નિવાસી તેના સગા ભાઈ શાદાબ અને વસીમ તેના ઘરે આવ્યા હતાં અને બળજબરીથી કારમાં લઈ ગયા હતાં. આરોપીએ તેને નશીલો પદાર્થ ખવડાવીને નશાની હાલતમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બે દિવસ બાદ તેને રેલવે સ્ટેશન છોડી ગયા હતાં.

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પીડિતાના બંને ભાઈ અને તેના પિતા સામે ગુનો નોંધીને તેને શોધી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.