ભાવનગરની હોસ્પિટલમાંથી લઠ્ઠા કાંડના 13 દર્દી ફરાર, પોલીસે શોધખોળ હાથ ધરી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

બોટાદ અને અમદાવાદ જિલ્લામાં ઝેરી દેસી દારૂ પીતાં 57 લોકોએ જીવ ગુમાવ્યો છે. 100 જેટલા લોકોની સારવાર બોટાદ, અમદાવાદ અને ભાવનગરની હોસ્પિટલમાં ચાલી રહી છે. મૃત્યુ આંક વધી રહ્યો છે ત્યારે ભાવનગરની સરતખ્તાસિંહજી જનરલ હોસ્પિટલમાંથી 13 થી વધુ દર્દીઓ સારવાર અધુરી મુકીએ ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસ તમામને શોધી ફરી હોસ્પિટલ લઇ આવવા કામે લાગી છે.
આરોગ્ય વિભગના અધિકારીએ જણાવ્યા પ્રમાણે, ભાવનગરની સરકારી હોસ્પિટલ માંથી 13 દર્દીઓ તેમને સારું લાગતા હોસ્પિટલમાંથી તે નીકળી ગયા છે. આ દર્દીઓ સારવારની જરૂર છે એવું કહેવા છતાં ચાલ્યા ગયા છે. આ તમામ દર્દીઓને હોસ્પિટલ દ્વારા પોલીસની મદદ લઈ પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મીડિયાના માધ્યમથી જાણવા માંગીએ છીએ કે જે દર્દીઓ હોસ્પિટલમાંથી ચાલ્યા ગયા છે, તે તમામ દર્દીઓ કોઈપણ જાતના સંકોચ વગર પરત આવી શકે છે. તે શુભ આશયથી જ પોલીસની મદદ લેવામાં આવી છે.
ત્યારે અસરગ્રસ્ત ગામોમાં પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ લોકોને જરૂર પડ્યે તેમનો સંપર્ક કરવા સમજાવી રહી છે. બોટાદ જિલ્લાના પોલીસ વડા ડો.કરણ વાઘેલાએ જણાવ્યું અહ્તું કે, 5 ટીમો બરવાળા અને 4 ટીમો રાણપુરમાં ગોઠવવામાં આવી છે. અમારી બોટાદની જનતાને અપીલ છે કે, લોકો ધ્યાને આવે કે તેમને કે આજુબાજુના કોઈને વોમિટિંગ, અંધારા આવતા હોય ચક્કર આવતા હોય એ લોકો તંત્રનો સંપર્ક કરે. તમામ ગામડાઓની બહાર એમ્બ્યુલન્સ મુકવામાં આવી છે. સીએચસી સેન્ટર પર એમ્બ્યુલનસો સ્ટેન્ડ બાય છે. કોઈ પણ વ્યક્તિ બે ત્રણ દિવસથી નોકરી કે કામે ન આવતા હોય તો પોલીસનો સંપર્ક કરો. હજુય કોઈને લક્ષણ દેખાય તો સામે આવે અમે સારવાર કરાવીશું. પોલીસે પણ અલગ અલગ ટીમો બનાવી વ્યસનની ટેવવાળાઓનો સંપર્ક શરૂ કર્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.