બાન્દ્રા ટર્મિનસથી જોધપુર વચ્ચે ચાલતી સૂર્યનગરી એક્સપ્રેસના લગભગ 13 કોચ પાટા પરથી ખડી પડ્યા હતા. સોમવારે વહેલી સવારે સાડા ત્રણ આસપાસ બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ 26 પ્રવાસીને ઈજા પહોંચી હતી.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ઘટના બદલ ચિંતા વ્યક્ત કરી હતી અને ઈજાગ્રસ્તોને રૂ. એક લાખની મદદ જાહેર કરી હતી. આ સાથે અન્ય પ્રવાસીઓને તેમના ગંતવ્ય સ્થાન અથવા નજીકના રેલવે સ્ટેશન પહોંચાડવા માટે બસસેવા પૂરી પાડવામા આવી હોવાનું રેલવે અધિકારીએ જણાવ્યું હતું.
મારવાડ જંકશનથી ટ્રેન પસાર થઈ અને પાંચ મિનિટમાં મોટો અવાજ આવ્યો હતો અને બે મિનિટમાં ટ્રેન બંધ થઈ ગઈ હતી. અમે નીચે ઉતરીને જોયું ત્યાર આઠેક જેટલા ડબ્બા રેલવે ટ્રેક પરથી ખડી પડ્યા હતા. વીસેક મિનિટમાં એમબ્યુલન્સ આવી ગઈ હતી, તેમ એક પ્રવાસીએ જણાવ્યું હતું. બે પ્રવાસીને ગંભીર ઈજા પહોંચી હોવાથી નજીકની હોસ્પિટલમા સારવાર અર્તે ખસેડાયા હતા. રેલવે પ્રધાન આજે સાંજે ઘટનાસ્થળની મુલાકાત લેશે, તેમ રેલવે અધિકારીએ જણાવ્યું હતું.