Homeઆમચી મુંબઈબારમાનું રિઝલ્ટ: કોવિડ કાળમાં મળેલી સુવિધા વિદ્યાર્થીઓને પડી ભારે

બારમાનું રિઝલ્ટ: કોવિડ કાળમાં મળેલી સુવિધા વિદ્યાર્થીઓને પડી ભારે

2022ની સરખામણીમાં આ વર્ષનું પરિણામ ત્રણ ટકા નીચે આવ્યું

મુંબઈ: બારમા ધોરણની પરીક્ષા સમયે કોરોના કાળને ધ્યાનમાં લઇને વિદ્યાર્થીઓને આપવામાં આવેલી સવલત ભારે પડી હોવાનું આ વર્ષના પરિણામ પરથી ફલિત થઇ રહ્યું છે. આ વર્ષે બારમા ધોરણની પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવી હતી. કોરોના રોગચાળા ફાટી નીકળ્યો હતો ત્યારે એ સમયે પરીક્ષામાં અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા. પહેલા વર્ષે પરીક્ષાને ઓનલાઈન પદ્ધતિથી લેવામાં આવી હતી, જ્યારે ગયા વર્ષે પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવી હતી. જોકે આ વર્ષે પરીક્ષા લેતાં સમયે કોઇ પણ સવલત આપવામાં આવી નહોતી, જેની અસર તેના પરિણામ પર જોવા મળી હતી.

કોરોના પહેલાં એટલે કે ફેબ્રુઆરી-માર્ચ, 20202માં આવેલા પરિણામ કરતાં આ વર્ષનું પરિણામ ભલે 0.59 ટકા વધુ હતું. કોરોના રોગચાળો ફાટી નીકળ્યો એ પહેલાંના પરિણામ પર નજર કરીએ તે એ સમયે પરિણામ 90.66 ટકા હતું, જેની સરખામણીમાં આ વર્ષનું પરિણામ 0.59 ટકા વધુ એટલે કે 91.25 ટકા આવ્યું હતું. બીજી બાજુ ગયા વર્ષની સરખામણી પરિણામ 2.97 ટકા ઓછું આવ્યું હતું.

માર્ચ-એપ્રિલ, 2022નું પરિણામ 94.22 ટકા હતું. ફેબ્રુઆરી-માર્ચ, 2023નું પરિણામ 91.25 ટકા આવ્યું છે. આને કારણે માર્ચ-એપ્રિલ, 2022ની સરખામણીમાં આ વર્ષનું પરિણામ 2.97 ટકા ઓછું છે. ફેબ્રુઆરી-માર્ચ, 2020ના પરિણામની સરખામણી કરીએ તો ફેબ્રુઆરી-માર્ચ, 2023નું પરિમણામ 0.59 ટકા વધુ આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -