કેન્દ્રિય આવાસ મંત્રાલય દ્વારા દિલ્લી વક્ફ બોર્ડની 123 સંપત્તિઓને પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે. આ વક્ફ સંપત્તિમાં મસ્જિદ, દરગાહ અને કબ્રસ્તાનનો સમાવેશ થાય છે. બોર્ડના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના વિધાયક અમાનતુલ્લા ખાનએ કેન્દ્રના આ નિર્ણય પર તિખી પ્રતિક્રિયા આપી છે. ખાને એ વાત પર ભાર આપ્યો હતો કે તે પોતે કેન્દ્ર સરકારને વક્ફ બોર્ડની સંપત્તિ પર કબજો કરવા નહીં દેશે.
અમાનતુલ્લા ખાને ટિ્વટ મારફતે જણાવ્યું હતું કે ‘અમે અદાલતમાં આ 123 વક્ફ સંપત્તિ બાબતે પહેલા જ અવાજ ઉઠાવ્યો છે. ઉચ્ચ ન્યાયાલયમાં અમારી રીટ યાચિકા સંખ્યા 1961/2022 હજી પેન્ડીંગ છે. કેટલાંક લોકો દ્વારા આ મુદ્દે જૂંઠાણુ ફેલાવવામાં આવી રહ્યું છે, જેની સાબિતી તમારા બધા સામે છે. અમે વક્ફ બોર્ડની સંપત્તિ પર કોઇ પણ પ્રકારનો કબજો થવા નહીં દઇએ. ’
123 Waqf Properties” पर पहले ही अदालत में हमने आवाज़ उठाई है,High Court में हमारी Writ Petition No.1961/2022 पेंडिंग है।
कुछ लोगों द्वारा इसके बारे में झूठ फैलाया जा रहा है, इसका सबूत आप सबके सामने है। हम वक़्फ़ बोर्ड की Properties पर किसी भी तरह का क़ब्ज़ा नहीं होने देंगे। pic.twitter.com/UcW3rc0xJl
— Amanatullah Khan AAP (@KhanAmanatullah) February 17, 2023
“>