બાર વર્ષની દીકરીના બે વાર લગ્ન, માતા અને પતિ બંનેની ધરપકડ

દેશ વિદેશ

ઉત્તરાખંડના પિથોરાગઢમાંથી આશ્ચર્યજનક બનાવ સામે આવ્યો છે, જેમાં એક મહિલાએ તેની 12 વર્ષની દીકરીના લગ્ન 36 વર્ષના યુવક સાથે કરાવી દીધા અને હવે તે ગર્ભવતી છે. આનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે કિશોરીના આ બીજા લગ્ન છે. પહેલા લગ્ન ઘરેલુ હિંસાને કારણે તૂટી ગયા હતા. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ એકશનમાં આવી છે અને આરોપી મહિલાની ધરપકડ કરીને કેસની તપાસ શરૂ કરી છે. પોલીસે કિશોરીની માતા વિરુદ્ધ માનવ તસ્કરી અને પોક્સો એકટ હેઠળ કેસ નોંધ્યો છે. થોડા દિવસ પહેલા કિશોરીના પહેલા પતિની બાળવિવાહ પ્રતિબંધ કાયદા હેઠળ કેસ નોંધીને ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના પિથૌરાગઢના ધારચૂલા વિસ્તારની છે. કિશોરી ગર્ભવતી હોવાની વાત સામે આવતા કેસ પિથૌરાગઢ મહિલા હેલ્પલાઇનને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જાણકારી અનુસાર કિશોરીની માતા અને સાવકા પિતાએ જૂન 2021માં 12 વર્ષની ઉંમરમાં પહેલા લગ્ન ધારચૂલામાં કરાવ્યા હતા. પતિની મારપીટથી કંટાળીને થોડા સમય બાદ જ તે પિયરમાં આવી ગઇ હતી. એ પછી પરિવારે 2021માં કિશોરીના બીજા લગ્ન ત્રણગણી વધુ ઉંમરના બેરીનાગના રહેવાસી 36 વર્ષના શખસ સાથે કરાવી દીધા હતા. કિશોરી ત્યાંરથી તેના બીજા પતિ સાથે જ રહેતી હતી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.