સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 12 વર્ષની કિશોરી 600 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, આર્મીના જવાનોએ સહીસલામત બહાર કાઢી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Surendranagar: સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં આદિવાસી પરિવારની એક 12 વર્ષીય કિશોરી બોરવેલમાં પડી જતા દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ બોરવેલ 600 ફૂટ ઊંડો છે. કિશોરી 60 ફૂટની ઊંડાઈએ ફસાયેલી હતી. કિશોરીને બચાવવા માટે આર્મીના જવાનો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને બચવા ઓપરેશન શરુ કર્યું હતું. બોરમાંથી કિશોરીને સહીસલામત બહાર કાઢી લેવામાં આવી છે. રેસ્કયૂ બાદ જય જવાનના નારા લાગ્યા  હતા.
ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવમાં ખેતમજૂરી કરતા આદિવાસી પરિવારની 12 વર્ષની મનીષા નામની દિકરી ખેતરમાં રમી રહી હતી ત્યારે અચાનક 600 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. જેની જાણ થતાં બાળકીનાં પરિવારજનો અને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. આ કિશોરી બોરમાં 60થી 70 ફૂટે ફસાઇ હોવાનું જાણવા મળ્યું હતું.
ઘટનાની જાણ થતાં આર્મી, પોલીસ, પ્રાંત અધિકારી, મામલતદાર તથા આરોગ્ય અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે બચાવ કાર્ય શરુ કર્યું હતું. કિશોરીને બચાવવા માટે બોરની અંદર સતત ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો હતો. કોશોરી સતત વાતચીત કરી રહી હતી. આર્મીના જવાનોએ સરાહનીય કામગીરી કરી કિશોરીને બચાવી લીધી છે.
આ પહેલા પણ જૂન મહિનામાં ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર પણ આવી જ એક ઘટના બની હતી, ગામની સીમમાં આવેલા ખેતરના 500 ફૂટ ઊંડા બોરમાં અઢી વર્ષનું બાળક પડી ગયું હતું. આર્મીની ટીમેં બોરવેલમાં ફસાયેલા અઢી વર્ષના માસૂમને 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરી બચાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.