મુંબઈઃ કોરોનાકાળમાં મહાપાલિકા દ્વારા કરવામાં આવેલા કામ અને ખર્ચની તપાસ કેગ દ્વારા કરવામાં આવી છે અને ગયા મહિનાથી કેગના અધિકારીઓ મુંબઈમાં ધામા નાખીને બેસી ગયા છે. જેને કારણે અનેક સુધરાઈ અધિકારીઓના ધાબા ધણધણી ઉઠ્યા છે. પાલિકા આયુક્તે કેગને કોરોનાકાળમાં થયેલાં ખર્ચની તપાસ નહીં કરવાની વિનંતી કરતો પત્ર લખ્યો છે. જોકે, આ બાબતે સુધરાઈ દ્વારા હજી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
રાજ્ય સરકારની પરવાનગી બાદ કેગ પાલિકા દ્વારા કરવામાં આવેલા કામની તપાસ શરુ કરી છે. કોરોનાકાળમાં જમ્બો કોવિડ સેન્ટર ઊભા કરવા, કોંક્રિટીકરણ અને અમુક રિડેવલપમેન્ટના કામોનો સમાવેશ થાય છે. કોરોનાકાળમાં વિવિધ કામ માટે પાલિકા દ્વારા 12 હજાર કરોડનો ભ્રષ્ટાચાર આદર્યો હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરાવામં આવ્યો હતો. આ આક્ષેપ બાદ જ કેગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
દરમિયાન કોરોના એ રાષ્ટ્રીય મહામારી હતી અને આ મહામારી દરમિયાન કરવામાં આવેલા ખર્ચની તપાસ કરી શકાય નહીં એવું પાલિકા કમિશરને પત્રમાં જણાવ્યું છે. તેથી કોરોનાકાળમાં થયેલાં કામની તપાસ કરી શકાય નહીં, એવું પત્રમાં જણાવવામાં આવી રહ્યું છે.
12 હજાર કરોડના ભ્રષ્ટાચારનું ભીનું સંકેલશે સુધરાઈ?
RELATED ARTICLES