શિવસેનાના 12 સાંસદે પાર્ટીને કહ્યું અલવિદા, શિંદે કેમ્પમાં જોડાયા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરીથી મોટો ભૂકંપ આવ્યો છે. સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલા શિવસેનાને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. પક્ષના 12 સાંસદે ઉદ્ધવ ઠાકરેનો પક્ષ છોડીને શિંદે જૂથમાં સામેલ થયા હોવાની માહિતી સૂત્રોએ આપી છે. આ 12 સાંસદ આવતી કાલે દિલ્હીમાં પ્રેસ કોન્ફેરેન્સ કરીને આટલું મોટું પગલું ઉઠાવવાનું કારણ જણાવશે. આ પહેલા એકનાથ શિંદે કેમ્પના નેતાઓની મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટેલમાં મહત્ત્વપૂર્ણ મીટિંગ થઈ હતી જેમાં આ 12 સાંસદ પણ સામેલ હતાં.
મળતી માહિતી અનુસાર સીએમ શિંદે મોડી રાત્રે દિલ્હી જવાના છે. આ સાંસદ ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરશે. સીએમ શિંદે ફરી એક વાર પીએમ મોદીની મુલાકાત કરે તેવી સંભાવના છે. નોંધનીય છે કે લોકસભામાં શિવસેનાના 18 અને રાજ્યસભામાં ચાર સાંસદ છે, તેમાંથી લોકસભાના 12 સાંસદ શિંદે કેમ્પમાં જોડાયા છે.
શિંદે જૂથમાં સામેલ થયેલા 12 સાંસદમાં હેમંત ગોડસે, રાજેન્દ્ર ગવિત, ધૈર્યશીલ માને, સંજય મંડલિક, સદાશિવ લોખંડે, ભાવના ગવળી, રાહુલ શેવાળે, શ્રીરંગ બારણે, સંજય જાધવ, પ્રતાપરાવ જાધવ, કૃપાલ તુમાને અને હેમંત પાટીલનો સમાવેશ થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.