Homeઆપણું ગુજરાતમોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારિયાના 12 સંબંધીઓના મોત

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારિયાના 12 સંબંધીઓના મોત

મોરબી શહેરમાં મચ્છુ નદી પર આવેલ ઐતિહાસિક ઝુલતો પુલ તુટવાને કારણે અનેક લોકોએ સ્નેહીજન ગુમાવ્યા છે અનેક પરિવારો ભાંગી પડ્યા છે. શહેરની હોસ્પિટલોમાં ઘાયલોની ભરમાર છે. શહેર અને આજુબાજુના ગામોના સ્મશાનમાં ચિતાઓ સતત સળગી રહી છે. ઘટનાને પગલે મોરબીના બજારો સદંતર બંધ રહ્યા છે. દુર્ઘટનામાં કુલ 143 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપ સાંસદ અને મોરબીના દિગ્ગજ નેતા મોહન કુંડારિયાએ પણ 12 સંબંધીઓ ગુમાવ્યા છે.
મોહનભાઈએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, આ દુર્ઘટનામાં મેં મારા બનેવીના ભાઈની 4 દિકરીઓ, 3 જમાઈ અને 5 બાળકો ખોઈ દીધા છે. આ દુર્ઘટના અત્યંત દુ:ખદ છે. હું કાલ સાંજનો અહીં જ છું. 100 થી વધારે લોકોની બોડી મળી ચુકી છે.
તેમણે વધુમાં કહ્યું કે કહ્યું કે, અહીં કોઈ અધિકારી હાજર નથી. જેમની ભૂલ હશે, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કોઈને પણ છોડવામાં આવશે નહીંઆ દુર્ઘટનાની સચ્ચાઈ 100 ટકા સામે આવશે, કારણ કે આ દુર્ઘટના પર પીએમ મોદી પણ સતત નજર રાખી રહ્યા છે. આખી રાત ફોન પર તેઓ જાણકારી લેતા રહ્યા છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે જે કંપની આ બ્રિજની સંભાળ લેતી હતી તેની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. બિનઈરાદે હત્યા, લાપરવાહી મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular