એમપીના ધાર જિલ્લામાં મહારાષ્ટ્ર રોડવેઝની બસ પુલ પરથી નર્મદા નદીમાં પડતાં 12નાં મોત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

સોમવારે, ઈન્દોરથી પુણે જઈ રહેલી મહારાષ્ટ્ર રોડવેઝની બસ ખલઘાટ સંજય સેતુ પુલ પરથી નીચે નર્મદા નદીમાં પડતા ઓછામાં ઓછા 12 વ્યક્તિના મૃત્યુ થયા છે, જ્યારે 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સની મદદથી ધામનોદ સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ડાઇવર્સ હજી પણ બચાવ કામગીરીમાં રોકાયેલા છે કારણ કે બસમાં મુસાફરોની સંખ્યા હજુ સ્પષ્ટ નથી. મૃત્યુઆંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

“>

મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણે ખરગોનના ખલઘાટમાં બસ દુર્ઘટનાની નોંધ લીધી હતી. તેમણે ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા સૂચના આપી છે. સીએમ ખરગોન ઈન્દોર જિલ્લા વહીવટીતંત્રના સતત સંપર્કમાં છે.
અકસ્માત બાદ બસને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી હતી. સીએમ ચૌહાણે ખરગોનના કલેક્ટર સાથે ફરીથી ફોન પર ચર્ચા કરી અને બચાવ કામગીરીની વિગતવાર માહિતી લીધી હતી.
વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.