ડૉલર સામે રૂપિયામાં ૧૨ પૈસાનો સુધારો

વેપાર વાણિજ્ય

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના અહેવાલ તેમ જ ભારતીય રૂપિયા સહિત એશિયન માર્કેટનાં ચલણોમાં પણ ડૉલર સામે સુધારો આવ્યો હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આગલા બંધથી ૧૨ પૈસાના સુધારા સાથે ૭૯.૭૮ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૭૯.૯૦ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૭૯.૮૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૮૭ અને ઉપરમાં ૭૯.૭૦ સુધી મજબૂત થયા બાદ અંતે આગલા બંધથી ૧૨ પૈસાના સુધારા સાથે ૭૯.૭૮ની સપાટીએ બંધ રહ્યો હતો. અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી ૨૬-૨૭ જુલાઈની નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પૂર્વે એકંદરે બજારમાં કામકાજ પાંખાં રહ્યાં હતાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.