Homeઆમચી મુંબઈમુંબઈમાં કોવિડના ૧૨ અને રાજ્યમાં ૩૨ નવા દર્દી

મુંબઈમાં કોવિડના ૧૨ અને રાજ્યમાં ૩૨ નવા દર્દી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં શુક્રવારે કોરોનાના ૩૨ નવા દર્દી નોંધાયા હતા, તો મુંબઈમાં ૧૨ નવા દર્દી નોંધાયા હતા. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાથી એકે દર્દીનું મોત થયું નહોતું.
રાજ્યમાં શુક્રવારે કોરોનાના નવા ૩૨ દર્દી નોંધાયા હતા. એ સાથે જ અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ દર્દીનો આંકડો ૮૧,૩૬,૯૧૫ થઈ ગયો છે. દિવસ દરમિયાન ૨૮ દર્દી કોરોનાથી સાજા થયા હતા. એ સાથે જ કોરોનાથી મુક્ત થયેલા દર્દીનો આંકડો ૭૯,૮૮,૩૫૩ થઈ ગયો છે. રાજ્યનો રિકવરી રેટ ૯૮.૧૭ ટકા છે, જ્યારે દિવસ દરમિયાન કોરોનાથી એકે દર્દીનું મોત થયું નહોતું. મુંબઈમાં દિવસ દરમિયાન ૧૨ નવા દર્દી નોંધાયા હતા.
રાજ્યમાં ૨૪ ડિસેમ્બર, ૨૦૨૨થી અત્યાર સુધી મુંબઈ, પુણે અને નાગપુર ઍરપોર્ટ પર આંતરારાષ્ટ્રીય પ્રવાસીઓના સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી ૩,૫૪,૪૩૬ આંતરરાષ્ટ્રીય પ્રવાસી ઍરપોર્ટ પર આવ્યા છે, તેમાંથી ૮૦૯૦ના આરટી-પીસીઆર કરવામાં આવ્યા છે. જ્યારે ૨૧ પોઝિટિવ કેસના નમૂના જીનોમિક સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે, તેમાંથી ચાર મુંબઈના, ત્રણ પુણેના અને એક નવી મુંબઈનો, એક અમરાવતી, એક સાંગલી અને ત્રણ ગુજરાતના તથા બે કેરળ, તમિળનાડુ, ઉત્તર પ્રદેશ, આસામ, ઓડિસા અને તેલંગણાનો એક-એક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular