અમદાવાદમાં શાકભાજીના ટ્રકમાં છુપાવેલી દારૂની 1152 બોટલ ઝડપાઈ

16

ગુજરાત સરકાર રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ થઇ રહ્યો હોવાનો દાવો કરી રહી છે, ત્યારે ગુજરાતમાં દરરોજ લાખો રૂપિયાનો દારુ પકડાઈ રહ્યો છે. દારૂ ઘુસાડવા માટે બૂટલેગરો અવનવા પ્રયાસો કરતા હોય છે. અમદાવાદ નરોડા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) શાકભાજી નીચે દારૂનો જથ્થો જઈ જતી ટ્રકને પકડી પાડી હતી. ફૂલાવરની ભરેલી ટ્રકમાં 1152 બોટલો મળી આવી હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે નરોડા પોલીસ સ્ટેશનના હદમાં આવેલા નાના ચિલોડાના સર્વિસ રોડ પરથી શાકભાજીના ટેમ્પામાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલે વોચ ગોઠવી ફુલાવર ભરેલો ટ્રક રોક્યો હતો. ફુલાવર હટાવતા નીચેથી દારૂની પેટીઓ મળી આવી હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલે કુલ 1152 બોટલ દારૂ, 1160 રૂપિયા રોકડા અને ટેમ્પો એમ કુલ 10,61,880 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દારૂની લઇ જતા ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે દારૂ મંગાવનાર બૂટલેટર ફરાર છે.
દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો એ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!