ફન વર્લ્ડ

ફનક્લબ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld@bombaysamachar.com. પર મોકલવાના રહેશે.

———–

ઓળખાણ પડી?
પ્રથમ કક્ષાની ક્રિકેટ મેચમાં લાગલગાટ છ બોલમાં છ સિક્સર ફટકારનાર વિશ્ર્વના પ્રથમ ખેલાડીની ઓળખાણ પડી?
અ) ક્ધહાઈ બ) સોબર્સ ક) બ્રેડમેન દ) હટન
———
માતૃભાષાની મહેક
સો મણ કહેવતની દુનિયામાં કેવા વણાઈ ગયા છે એ આજે જાણીએ. એક અંગારો સો મણ જાર બાળેનો ભાવાર્થ છે એક નઠારી વ્યક્તિને કારણે આખા સમાજની વગોવણી થાય. સો મણ તેલે અંધારું એટલે સાધન-સગવડ હોવા છતાં કામમાં સફળતા ન મળવી. સો મણ રૂની તળાઈએ સૂવું એટલે તદ્દન નચિંત થઈ રહેવું, નિશ્ર્ચિતંતા કે સુખચેન હોવાં.
——-
ઈર્શાદ
અમે મોજાં, સતત અથડાઈને તૂટી જઈશું પણ-
ખડકને કોતરી જઈશું, તમે થોડો સમય આપો.
– ભાવિન ગોપાણી
——–
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A                       B
TEAR    પૈડાં ઉપરની વાટ
TIER      થાકવું, કંટાળવું
TYRE    ફાડવું, ચીરવું
TIRE      પ્રકાર
TYPE     પાટિયાની હાર
——
ગુજરાત મોરી મોરી રે
નરસિંહ મહેતાના પ્રસિદ્ધ ભક્તિગીતની પંક્તિ
પૂરી કરો.
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના
અ) ઉદ્યાનમાં કોણ જાશે બ) કૂવા પર કોણ જાશે ક) ધેનમાં કોણ જાશે ડ) રમવા કોણ જાશે
———-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
છૂ છૂ કરતી છછુંદર, છુકછુક કરતી જાય,
પાણી કોલસા નાખો અંદર, સડસડ ઊપડી જાય.
અ) બસ બ) વિમાન ક) આગગાડી ડ) સ્કૂટર
———
માઈન્ડ ગેમ
કઈ સંખ્યાને ચાર વડે ગુણી એમાં ચાલીસ ઉમેરવાથી જવાબ ૮૦ આવે?
અ) ૮ બ) ૧૦ ક) ૧૨
———
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
BEAT       મારવું, હરાવવું
BITE       કરડવું
BIT        થોડું, જરા
DIP         બોળવું
DEEP     ઊંડું
———
માઈન્ડ ગેમ
૧૬
——–
ચતુર આપો જવાબ
ઘોડિયું
——–
ગુજરાત મોરી મોરી રે
મોટા પાડા
——–
ઓળખાણ પડી?
લારા
——-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા
વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મનીષા શેઠ (૨) ફાલ્ગુની શેઠ (૩) કિશોરકુમાર વેદ (૪) મિલિંદ નાનસી (૫) આદિત્ય મંકોડિયા (૬) નિતિન બજરિયા (૭) જાગૃત જાની (૮) બીના જાની (૯) પાર્થ જાની (૧૦) જ્યોતિ ખાંડવાલા (૧૧) હેમા ભટ્ટ (૧૨) ગિરીશ મિસ્ત્રી (૧૩) નયના મિસ્ત્રી (૧૪) હર્ષા મહેતા (૧૫) અરુણકુમાર પરીખ (૧૬) વિલાસ અંબાની (૧૭) નિખિલ બંગાળી (૧૮) મહેન્દ્રા લોઢાવિયા (૧૯) રંજન લોઢાવિયા (૨૦) અમિષી બંગાળી (૨૧) અંજુ ટોલિયા (૨૨) જયવંત ચિખલ (૨૩) હર્ષા મહેતા (૨૪) શ્રદ્ધા આશર (૨૫) મૂળરાજ કપૂર (૨૬) મીનળ કાપડિયા (૨૭) માલતી ધરમશી (૨૮) વિભા મહેશ્ર્વરી (૨૯) સુભાષ મોમાયા (૩૦) સુરેખા સુધીર દેસાઈ

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.