(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરની ૯ તથા ભાવનગર અને સુરત મહાનગરની એક એક એમ કુલ ૧૧ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.
તદ્અનુસાર ઔડાની ડ્રાફ્ટ ટીપી ૧૩૮-એ રૂપાવટી તથા ૧૩૮-બી રૂપાવટી-વાસોદરાને તેમણે મંજૂરી આપી છે. પટેલ આ ઉપરાંત અમદાવાદની સાત પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમને પણ મંજૂરી આપી છે. આ સાત પ્રિલિમિનરી ટી.પી.માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કીમ ૯૨-બી સરખેજ -ઓકફ, ૧૦૫ વાલ, ૭૩ વિંઝોલ, ૧૧૪ વાલ-રામોલ, ૯૩-સી ગ્યાસપુર- વેજલપુર, ૬૫ સૈજપુર-બોઘા તેમજ ૬૬ સૈજપુર-બોઘા ઇસ્ટનો સમાવેશ થાય છે. આ ટાઉન પ્લાનિંગ સ્કીમની મંજૂરીના પરિણામે અમદાવાદમાં ૨૬.૬૦ ફેક્ટર્સ જમીન આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસ નિર્માણ માટે મળશે. આવા કુલ ૨૩,૭૩૩ આવાસોનું નિર્માણ કરાશે. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળની બે ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ, ૧૩૮- એ રૂપાવટી તેમજ ૧૩૮-બી રૂપાવટી-વસોદરામાં કુલ ૧૦.૩૬ હેક્ટર જમીન ૯૩૦૦ આવાસો બનાવવા માટે ઉપલબ્ધ થશે. ૬૬ સૈજપુર-બોઘા ઇસ્ટમાં ૧.૩ હેક્ટર્સ ૧૧૦૦ ઊઠ જ આવાસ માટે સંપ્રાપ્ત થશે. આ મંજૂરીના કારણે આંતર-માળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે અમદાવાદમાં કુલ ૮૯.૯૫ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થઈ શકશે. સુરતની પ્રિલિમિનરી ટી.પી. ૫૭- પાંડેસરાને આપેલી મંજૂરીના કારણે આવાસ, જાહેર સુવિધા તથા રમતગમતના મેદાન, બાગ-બગીચા અને આંતર-માળખાકીય સુવિધા ખર્ચને પહોંચી વળવા વેચાણ હેતુ માટે એમ કુલ ૩.૪૮ હેક્ટરર્સ જમીન સંપ્રાપ્ત થશે.
ભાવનગરમાં આ સ્કીમ મંજૂર થવાથી ૩.૭૪ હેક્ટર્સમાં ૩૩૦૦ મકાનો બની શકશે, તેમ માહિતી ખાતાએ જણાવ્યું હતું.
અમદાવાદની ૯ સહિત ૧૧ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી
RELATED ARTICLES