અમદાવાદ ડિવિઝનની 11 લોકલ મેમુ-ડેમુ ટ્રેનો અને બે એક્સપ્રેસ ટ્રેનો ફરી શરુ કરાશે, અપડાઉન કરતા લોકો લોકો માટે ખુશીના સમાચાર

આપણું ગુજરાત

અન્ય જિલ્લાઓથી અમદાવાદ શહેમાં અપડાઉન કરતા લોકો માટે મહત્વના સમાચાર છે. પશ્ચિમ રેલવેએ કોરોના કાળમાં બંધ કરાયેલી અમદાવાદ ડિવિઝન અંતર્ગત આવતી 11 મેમુ-ડેમુ ટ્રેનોને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત અમદાવાદ-એકતાનાગર શતાબ્દી એક્સપ્રેસ અને ભુજ-પાલનપુર એક્સપ્રેસ પણ ફરી ફરી શરુ કરાશે.
માર્ચ 2020માં કોરોનાનું સંક્રમણ રોકવા દેશ ભરમાં ટ્રેન સેવા સ્થગિત કરાઈ હતી. ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ ઘટતા જતા રેલવે વિભાગેએ સમયાંતરે ટ્રેન સેવા શરૂ કરી હતી. ત્યારે અમદાવદ ડિવિઝન અંતર્ગત આવતી મેમુ-ડેમુ ટ્રેનોને હજુ સુધી શરુ કરવામાં આવી ન હતી જેને કારણે અન્ય જિલ્લાઓથી અમદાવાદ શહેમાં અપડાઉન કરતા લોકોને મુશ્કેલી પડતી હતી. હવે 3 થી 16 ઓગસ્ટ વચ્ચે મેમુ-ડેમુ ટ્રેન સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત અમદાવાદ-એકતાનાગર શતાબ્દી એક્સપ્રેસ અને ભુજ-પાલનપુર એક્સપ્રેસ ટ્રેનો 5 ઓગસ્ટથી શરુ કરાશે.
આ ટ્રેનો ફરીથી દોડશે
1. ટ્રેન નંબર 20949/20948 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ
2. ટ્રેન નંબર 20928/20927 ભુજ-પાલનપુર-ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ
3. 05 ઓગસ્ટથી ટ્રેન નંબર 09311 (ઓરિજિનલ ટ્રેન 69101) વડોદરા જં. – અમદાવાદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ વડોદરા જંક્શનથી સવારે 07:15 વાગ્યે પ્રસ્થાન અમદાવાદ જંક્શને 10:10 કલાકે પહોંચશે. રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
4. 16મી ઓગસ્ટથી ટ્રેન નંબર 09327 (ઓરિજિનલ ટ્રેન 69107) વડોદરા જં. – અમદાવાદ જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 20:20 કલાકે વડોદરા Jn.થી પ્રસ્થાન 00:05 કલાકે અમદાવાદ જંક્શન પહોંચશે. રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
5. 06 ઓગસ્ટથી ટ્રેન નંબર 09328 (ઓરિજિનલ ટ્રેન 69108) અમદાવાદ જં. – વડોદરા જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 08:05 કલાકે અમદાવાદ Jn.થી પ્રસ્થાન 11:15 કલાકે વડોદરા Jn. પહોંચશે. રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
6. 17મી ઓગસ્ટથી ટ્રેન નંબર 09274 (ઓરિજિનલ ટ્રેન 69116) અમદાવાદ જં. – આણંદ જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 23:45 કલાકે અમદાવાદ જં.થી પ્રસ્થાન 01:25 કલાકે આણંદ જંક્શન પહોંચશે. રૂટમાં આ ટ્રેન માત્ર મણિનગર સ્ટેશન પર જ ઉભી રહેશે.
7. 06 ઓગસ્ટથી ટ્રેન નંબર 09399 (ઓરિજિનલ ટ્રેન 69129) આણંદ જં. – અમદાવાદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ આણંદ જંક્શનથી સવારે 05:55 વાગ્યે પ્રસ્થાન અમદાવાદ જંક્શન સવારે 07:45 વાગ્યે પહોંચશે. રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
8. 05 ઓગસ્ટથી ટ્રેન નંબર 09400 (ઓરિજિનલ ટ્રેન 69130) અમદાવાદ જં. – આણંદ જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ અમદાવાદ Jn થી 19:10 કલાકે પ્રસ્થાન આણંદ Jn. 20:55 કલાકે પહોંચશે. રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
9. 07 ઓગસ્ટથી ટ્રેન નંબર 09275 (ઓરિજિનલ ટ્રેન 69191) આણંદ જં. – ગાંધીનગર કેપિટલ મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ આણંદ જં.થી 18:10 કલાકે ઉપડશે અને ગાંધીનગર કેપિટલ 21:00 કલાકે પહોંચશે. આ ટ્રેન નાનપુર સિવાય તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
10. 08 ઓગસ્ટથી ટ્રેન નંબર 09276 (ઓરિજિનલ ટ્રેન 69192) ગાંધીનગર કેપિટલ – આણંદ જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ ગાંધીનગર કેપિટલથી સવારે 07:20 વાગ્યે ઉપડશે આણંદ જંક્શન ખાતે સવારે 10:55 વાગ્યે પહોંચશે. આ ટ્રેન નાનપુર સિવાય તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
11. 03 ઓગસ્ટથી ટ્રેન નંબર 09369 (ઓરિજિનલ ટ્રેન 79435) સાબરમતી – પાટણ ડેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ સાબરમતીથી 09:15 કલાકે ઉપડશે અને 11:35 કલાકે પાટણ પહોંચશે. માર્ગમાં, આ ટ્રેન ચાંદખેડા રોડ, ખોડિયાર, કલોલ, ઝુલાસણ, ડાંગરવા, આંબલિયાસણ, મહેસાણા, ધિણોજ, શેલાવી, રણુંજ અને સાંખાઈ સ્ટેશનો પર ઉભી રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.