જમ્મુ અને કાશ્મીરના પૂંચ વિસ્તારમાં બસ ખીણમાં ખાબકી, 11નાં મોત, 24 ઘાયલ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં આજે બુધાવરે ગંભીર દુર્ઘટના ઘટી છે. એક મીની બસ ઊંડી ખીણમાં ખાબકતા 11 લોકોનાં મોત થયાં છે અને 24 લોકો ઘાયલ થયાં છે. અધિકારીઓએ આપેલી માહિતી મુજબ બસમાં લગભગ 36 મુસાફરો સવાર હતા, બસ ગલી મેદાનથી પૂંચ જઈ રહી હતી. સાવજિયાના સરહદી વિસ્તારમાં બરારી નાળા પાસે બસને અકસ્માત નડ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સેના, પોલીસ અને સ્થાનિક ગ્રામજનો દ્વારા સંયુક્ત બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું છે અને ટ્વીટ કર્યું હતું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું છે. રાષ્ટ્રપતિ ભવનના દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે “સવજીયાન, પૂંચમાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. મારા વિચારો અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલો ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું, ”

“>

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.