મુંબઈઃ દસમા ધોરણમાં ભણી રહેલાં વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. આ મહત્ત્વના સમાચાર અનુસાર પરીક્ષાની હોલ ટિકિટ ક્યારે મળશે એની તારીખ આજે જાહેર કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દસમા ધોરણની પરીક્ષા બીજી માર્ચથી શરુ થઈ રહી છે, એટલે એવું કહી શકાય કે હવે પરીક્ષાને એક મહિનાની જ વાર છે. પરિણામે વિદ્યાર્થીઓમાં એ વાતની ઉત્સુક્તા જોવા મળી રહી હતી કે આખરે તેમને તેમના પહેલાં બોર્ડની પરીક્ષા માટેની હોલ ટિકિટ ક્યારે આપવામાં આવશે. આજે વિદ્યાર્થીઓની આ આતુરતાનો અંત આવ્યો છે, કારણ કે હોલ ટિકિટ ક્યારથી આપવામાં આવશે એની તારીખો જાહેર કરવામાં આવી છે.
રાજ્યના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા આ તારીખ જાહેર કરી અને એ અનુસાર સોમવારથી એટલે છઠ્ઠી ફેબ્રુઆરીથી દસમા ધોરણના વિદ્યાર્થીઓ ઓનલાઈન હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને આ ટિકિટ ડાઉન લોડ કરી શકશે. આ વર્ષે દસમા ધોરણની પરીક્ષા બીજી માર્ચના શરુ થશે અને 25મી માર્ચના પૂરી થશે.
દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ રહ્યા મહત્ત્વના સમાચાર
RELATED ARTICLES