મુંબઈઃ મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા લેવામાં આવતી 10મી અને 12મી બોર્ડની પરીક્ષાઓ (એસએસસી-એચએસસી બોર્ડ પરીક્ષા 2023)ની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. સ્ટેટ બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષા 21મી ફેબ્રુઆરીથી પહેલી માર્ચ 2023 દરમિયાન, જ્યારે ધોરણ 10ની પરીક્ષા 2જીથી 25મી માર્ચ 2023 દરમિયાન લેવામાં આવશે. રાજ્ય બોર્ડ (બોર્ડ પરીક્ષા 2023) એ વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધિત સૂચનાઓ આપી છે. આ સૂચનાઓ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની ભલામણ સ્ટેટ બોર્ડ દ્વારા કરવામાં આવી છે.
બીજી તરફ રાજ્યના બોર્ડ દ્વારા 10મા અને 12માના પેપર લીક થવાની ઘટના પર નિયંત્રણ લાવવા અંગે પણ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે બોર્ડે નિર્ણય લીધો છે કે જો 10મા-12માનું પ્રશ્નપત્ર મોબાઈલ પર વાયરલ થશે અને જો તેમાં વિદ્યાર્થી દોષી સાબિત થશે તો પરીક્ષાર્થી પાંચ વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં.
અગાઉ ઘણી વખત એવું જોવા મળે છે કે પરીક્ષા પહેલાં જ એન્જિનિયરિંગ, ફાર્મસીના પ્રશ્નપત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. આ જોખમને ધ્યાનમાં લઈને શિક્ષણ બોર્ડ દ્વારા આ મહત્ત્વનું પગલું ભરવામાં આવ્યું છે. 10મા અને 12માની પરીક્ષામાં આવું ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ આવું કૃત્ય કરતું જોવા મળશે તો તેની સામે પણ ફોજદારી કેસ નોંધવામાં આવશે. તેમજ જો વિદ્યાર્થી આન્સરશીટમાં મોબાઈલ નંબર નાખીને સંપર્ક કરવાનો પ્રયાસ કરવાનો પ્રયાસ કરલાનાં આવશે તો પણ કેસ નોંધવામાં આવશે.