ગુજરાતમાં આજથી ૧૦-૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: ૧૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા

9

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો ૧૪મી માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે. બીજી તરફ આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે યોજાય તે માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે બેઠક વ્યવસ્થા નિહાળવા પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓ ઉમટી પડયા હતા.
ગુજરાત ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં કુલ ૧૬ લાખ અને ૫૦ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ભર્યા હતા. જેમાં આ વર્ષે ધો. ૧૦માં ૯.૫૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧.૧૦ લાખ તેમજ સામાન્ય પ્રવાહમાં ૫.૬૫ લાખ વિદ્યાર્થીઓ પ્રથમવાર પરીક્ષા આપશે. આ માટે બોર્ડ દ્વારા રાજ્યમાં ધોરણ ૧૦ની પરીક્ષા માટે સીસીટીવી નેટવર્ક સાથે જોડાયેલા ૯૫૮ કેન્દ્રો તૈયાર કરી દેવામાં આવી છે. જયારે ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહ માટે ૫૨૫ અનેવિજ્ઞાન પ્રવાહ માટે ૧૪૦ કેન્દ્રો પરથી આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવામાં આવશે. પ્રત્યેક પરીક્ષાર્થી ગેરરીતિમુકત વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષાનું સંચાલન માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા તમામ જિલ્લા કક્ષાએ સ્ટ્રોંગ રૂમ બનાવી હાલ સીલ કરવામાં આવ્યા છે અને આ સ્ટ્રોંગ રૂમ ઉપર ૨૪ કલાક ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી નેટવર્ક ઉભું કરી દીધું છે. ધો. ૧૦માં સમગ્ર રાજયમાં કુલ ૯,૫૬,૭૫૩ વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમાં અમરેલી જિલ્લામાં ૨૦,૩૭૮, કચ્છ જિલ્લામાં ૨૮,૨૩૫, જામનગર જિલ્લામાં ૧૭,૬૦૭, જૂનાગઢ જિલ્લામાં ૨૫,૯૧૦, રાજકોટ જિલ્લામાં ૪૭,૬૦૬, સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૧,૪૩૯, પોરબંદરમાં ૮૧૯૧, દેવભૂમિ દ્વારકા ૯૩૫૩, ગીર સોમનાથ જિલ્લામાં ૧૯,૭૫૮, મોરબી જિલ્લામાં ૧૩,૮૦૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર ગુજરાત રાજયમાં કુલ ૧,૧૦,૩૮૨ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં અમરેલી જીલ્લામાં ૧૭૧૮, જામનગર જિલ્લામાં ૧૭૦૫, જૂનાગઢ જિલ્લામાં ૨૭૯૧, રાજકોટ જિલ્લામાં ૭૦૬૭, સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૨૪૪, પોરબંદર જિલ્લામાં ૪૨૪, દેવભૂમિ દ્વારકામાં ૪૨૧, ગીર સોમનાથમાં ૧૩૮૬, મોરબી જિલ્લામાં ૧૬૫૪ વિદ્યાર્થી નોંધાયા છે. જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં સમગ્ર રાજયમાં ૫,૬૫,૫૨૮ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં અમરેલી જીલ્લામાં ૧૨,૬૧૬, જામનગર જિલ્લામાં ૧૦,૬૬૩, જૂનાગઢ જિલ્લામાં ૧૫,૭૭૦, રાજકોટ જિલ્લામાં ૨૯,૭૪૪, સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૩,૬૯૮, પોરબંદર જિલ્લામાં ૫૦૯૫, દેવભૂમિ દ્વારકામાં ૪,૮૯૩, ગીર સોમનાથ જિલ્લામાં ૧૨,૮૮૫, મોરબી જિલ્લામાં ૭૯૦૯ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!