સીએસએમટીથી રાતના લાસ્ટ સ્લો લોકલ ૨૨.૨૮ ખપોલી, ફાસ્ટ લોકલ ખપોલી ૯.૫૮ વાગ્યાની રહેશે, જ્યારે હાર્બરમાં સીએસએમટીથી બાંદ્રાની ૧૦.૩૮ તથા પનવેલની ૧૦.૩૪ વાગ્યાની રહેશે.
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સીએસએમટી અને મસ્જિદ વચ્ચેના કર્નાક બ્રિજના ડિમોલિશનની કામગીરી માટે આજે રાતથી સોમવારે સવાર સુધીના મેજર બ્લોકને કારણે હાર્બર તથા મેઈન લાઈન મળીને કુલ 1,096 લોકલ ટ્રેન રદ રહેશે, જ્યારે લાંબા અંતરની મુંબઈ-પુણે અને નાશિક વચ્ચેની ૩૬ ટ્રેન રદ રાખી છે, જેથી પ્રવાસીઓ માટે આગામી ત્રણ દિવસ ટ્રેનોમાં મુસાફરી કરવાનું મુશ્કેલીજનક રહેશે. મધ્ય રેલવેમાં ત્રણ દિવસનો બ્લોક હાથ ધરાશે, પરંતુ ૨૦મી નવેમ્બરના રવિવારે મેઈન્ટેનન્સ માટે કોઈ બ્લોક લેવાશે નહીં, એમ પશ્ર્ચિમ રેલવેએ જણાવ્યું હતું.
સીએસએમટી અને મસ્જિદ બંદર વચ્ચેના જૂના કર્નાક બ્રિજને તોડવાની કામગીરી આજે રાતના અગિયાર વાગ્યાથી ચાલુ કરાશે, જેથી સીએસએમટી-ભાયખલા અને સીએસએમટી-વડાલા અને કોચિંગ યાર્ડ મળીને કુલ ૨૭ કલાકનો બ્લોક હાથ ધરવામાં આવશે. સીએસએમટી-ભાયખલાની વચ્ચે ૧૭ કલાક તથા સીએસએમટી-વડાલાની વચ્ચે ૨૧ કલાક તથા કોચિંગ યાર્ડ મળીને કુલ ૨૭ કલાકનો બ્લોક નિર્ધારિત છે. મેઈન લાઈનમાં સીએસએમટીથી રાતના છેલ્લી સ્લો લાસ્ટ લોકલ ૨૨.૨૮ ખપોલી તથા છેલ્લી ફાસ્ટ લોકલ ખપોલી ૯.૫૮ વાગ્યાની રહેશે, જ્યારે હાર્બર લાઈનમાં સીએસએમટીથી બાંદ્રાની ૧૦.૩૮ તથા પનવેલની ૧૦.૩૪ વાગ્યાની રહેશે.
ભાયખલાથી સીએસએમટીની છેલ્લી સ્લો લોકલ રાતના ૧૦.૪૮ વાગ્યાની બદલાપુર-સીએસએમટી અને રાતના ૧૦.૨૮ વાગ્યાની ફાસ્ટ કર્જત-સીએસએમટી રહેશે, જ્યારે વડાલાથી લાસ્ટ લોકલ રાતના ૧૦.૧૬ પનવેલ-સીએસએમટી તથા ગોરેગાંવ-સીએસએમટી ૧૦.૨૦ વાગ્યાની રહેશે. અલબત્ત, બ્લોક પૂર્વે સીએસએમટી-ભાયખલા/વડાલાની વચ્ચે લોકલ ટ્રેનની સર્વિસીસ ઉપલબ્ધ રહેશે નહીં, સામાન્ય દિવસોમાં ૧૮૧૦ લોકલ ટ્રેન દોડાવાય છે, જેમાંથી ૧,૦૯૬ લોકલ ટ્રેનને રદ રાખવામાં આવશે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.
કર્નાક બ્રિજ ડિમોલિશનઃ આટલી લોકલ રદ રહેશે
RELATED ARTICLES