મહારાષ્ટ્રમાં મેઘકહેર, વરસાદને કારણે સ્થિતિ વિકટ, અત્યાર સુધીમાં 102 લોકોએ જીવ ખોયા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. દરમિયાન 1 જુલાઈથી અત્યાર સુધીમાં કુલ 102 લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ શુક્રવારે એક રિપોર્ટમાં આ જાણકારી આપી હતી. આ સંખ્યા પહેલી જુલાઇથી ચૌદમી જુલાઇ વચ્ચે નોંધવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં બુલઢાણા, નાસિક અને નંદુરબાર જિલ્લામાં એક-એકનો સમાવેશ થાય છે. રાજ્યમાં, પૂર, વીજળી, ભૂસ્ખલન અને વૃક્ષો પડવા સહિત વરસાદ સંબંધિત ઘટનાઓમાં 102 લોકોના મોત થયા છે.એક અહેવાલ મુજબ, મહારાષ્ટ્રના કેટલાક ગામો ભારે વરસાદથી પ્રભાવિત છે. આ ગામોના ઓછામાં ઓછા 3,873 લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ અને આસપાસના વિસ્તારો સહિત રાજ્યના ઘણા ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ ચાલુ છે. દરમિયાન, મધ્ય મહારાષ્ટ્રમાં કોંકણમાં લગભગ એક સપ્તાહ સુધી ત્રાટક્યા બાદ શનિવારથી વરસાદની તીવ્રતા ઓછી થવાની સંભાવના છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.