Homeઆમચી મુંબઈમુંબઈના ત્રણ વિસ્તારોમાં ૧૦૦ ટકા કચરાનું વર્ગીકરણ ઝુંબેશ શરૂ

મુંબઈના ત્રણ વિસ્તારોમાં ૧૦૦ ટકા કચરાનું વર્ગીકરણ ઝુંબેશ શરૂ

સપના દેસાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ પ્રાયોગિક ધોરણે ‘ડી’ વોર્ડના અમુક વિસ્તારમાં ૧૦૦ ટકા કચરાના વર્ગીકરણની ઝુંબેશ અમલમાં મૂકવામાં આવી છે. ત્રણ વિસ્તારમાં આ યોજનાને સારો પ્રતિસાદ મળ્યો તો પૂરા વોર્ડમાં આ યોજનાને અમલમાં મૂકવામાં આવવાની છે.
મુંબઈમાંથી પ્રતિદિન નીકળતા કચરાને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઠાલવવાનું પ્રમાણ ઘટાડવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ અનેક યોજના અમલમાં મૂકી છે, જે હેઠળ પ્રાયોગિક ધોરણે ‘ડી’ વોર્ડના અમુક વિસ્તારમાં પાલિકા દ્વારા ૧૦૦ ટકા કચરાનું વર્ગીકરણની ઝુંબેશ અમલમાં મૂકવામાં આવી છે.
પાલિકાના ‘ડી’ વોર્ડના અધિકારીના જણાવ્યા મુજબ ‘ડી’ વોર્ડમાં વાલકેશ્ર્વર, ગિરગાંવ ચોપાટી, તાડદેવ, હાજી અલી, મુંબઈ સેન્ટ્રલ જેવા વિસ્તાર આવે છે. પ્રાયોગિક ધોરણે વાલકેશ્ર્વર (મલબાર હિલ) પરિસરમાં નેપિયન્સી રોડ, ભુલાભાઈ દેસાઈ રોડ તથા મુંબઈ સેન્ટ્રલ સ્થિત બી.આય.ટી. કોલોની આ વિસ્તારમાં આવેલી હાઉસિંગ સોસાયટીમાં ૧૦૦ ટકા કચરાનું વર્ગીકરણ ઝુંબેશ અમલમાં મૂકવામાં આવી છે. આ ત્રણે વિસ્તારમાં લગભગ ૨૦૦ ઈમારત આવેલી છે. આ હાઉસિંગ સોસાયટી/ બિલ્ંિડગમાંથી દરરોજ લગભગ ૧૦ મેટ્રિક ટન કચરો ડમ્પિંગ ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવે છે. આ તમામ કચરો ઈમારતના પરિસરમાં જ અલગ અલગ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેને અલગ ગાડીમાં ડમ્પિંગ ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવે છે. છેલ્લા આઠ દિવસથી આ પ્રક્રિયા ચાલી રહી છે.
આ ત્રણે વિસ્તારમાં રહેલી તમામ ઈમારતમાં ભીનો કચરો, સૂકો કચરો અને ઘરમાં નીકળતા જોખમી કચરાનું વર્ગીકરણ કરવાની સૂચના આપવામાં આવી છે. તમામ સોસાયટીને કચરાનું વર્ગીકરણ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. વર્ગીકરણ કરેલો આ કચરો ઉંચકવા માટે ભીના કચરા માટે અલગ વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે.
બોક્સ
તો દંડ વસૂલાશે
આ યોજનામાં વધુને વધુ લોકો જોડાય તે માટે આ પરિસરમાં સ્ટ્રીટ પ્લે, રૅલી, પ્લોટ દ્વારા જનજાગૃતિ કરવામાં આવી રહી છે. તેમ જ જે ઈમારત/સોસાયટીમાં કચરાનું વર્ગીકરણ કરવામાં આવતું નથી તેની સામે પાલિકાના નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવવાની હોવાનું આસિસ્ટન્ટ કમિશનર શરદ ઉઘડે કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular