Homeટોપ ન્યૂઝદિલ્હીમાં PM મોદી વિરુદ્ધ પોસ્ટર મામલે 100 FIR નોંધાઈ, 6ની ધરપકડ

દિલ્હીમાં PM મોદી વિરુદ્ધ પોસ્ટર મામલે 100 FIR નોંધાઈ, 6ની ધરપકડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવવાના મામલે દિલ્હી પોલીસે 100થી વધુ FIR નોંધી છે. આ પોસ્ટરો પર લખવામાં આવ્યું હતું કે “મોદી હટાઓ-દેશ બચાવો”. દિલ્હી પોલીસના અધિકારીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આખા શહેરમાં વાંધાજનક પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેના પર ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસના અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોસ્ટરનું કનેક્શન આમ આદમી પાર્ટી સાથે છે. આમ આદમી પાર્ટીની ઓફિસમાંથી નીકળતી એક વાનને પોલીસે અટકાવી હતી, જેમાંથી ઘણા પોસ્ટરો જપ્ત કરવામાં આવ્યા હતા અને સ્થળ પર કેટલાકની ધરપકડ પણ કરવામાં આવી હતી. પોલીસે અધિકારીએ કહ્યું કે પ્રિન્ટિંગ પ્રેસ એક્ટ અને મિસ એપ્રોપ્રિએશન ઑફ પ્રોપર્ટી એક્ટની કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

“>

દિલ્હી શહેરમાં લગાવેલા લગભગ 2000 પોસ્ટરો હટાવી લેવામાં આવ્યા છે. સુત્રોએ આપેલી જાણકારી મુજબ AAP ઓફિસમાંથી બહાર નીકળતી વખતે પકડાયેલી વાન સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી, જેણે કહ્યું હતું કે તેના માલિકે તેને અહીં પોસ્ટર પહોંચાડવાનું કહ્યું હતું.

“>

પોલીસના જણાવ્યા અનુસાર, બે પ્રિન્ટિંગ પ્રેસ કંપનીઓને દરેકને 50,000 પોસ્ટર બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને કંપનીઓ સાથે જોડાયેલા કર્મચારીઓએ રવિવારે મોડી રાતથી સોમવાર સવાર સુધી વિવિધ વિસ્તારોમાં પોસ્ટરો લગાવ્યા હતા. પોસ્ટરો પર તેમના પ્રિન્ટિંગ પ્રેસનું નામ પ્રકાશિત ન કરવા બદલ માલિકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, બે પ્રિન્ટિંગ પ્રેસ કંપનીઓને દરેકને 50,000 પોસ્ટર બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. કંપનીઓ સાથે જોડાયેલા કર્મચારીઓએ રવિવારે મોડી રાતથી સોમવાર સવાર સુધી વિવિધ વિસ્તારોમાં પોસ્ટરો લગાવ્યા હતા. પોસ્ટરો પર તેમના પ્રિન્ટિંગ પ્રેસનું નામ પ્રકાશિત ન કરવા બદલ પ્રિન્ટિંગ પ્રેસ માલિકોની ધરપકડ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -