બ્રિટેનમાં 100 કંપનીના કર્મચારીઓને સપ્તાહમાં ત્રણ દિવસ છુટ્ટી અને અને ચાર દિવસ કામની પોલિસીને મંજૂરી આપી દીધી છે. આ માટે કર્મચારીઓની સેલેરીમાંથી કોઈ કપાત કરવામાં આવી નથી. કંપનીઓને આશા છે કે આ પોલિસીથી દેશમાં સકારાત્મક બદલાવ આવશે અને પ્રોડક્શનમાં સુધારો થશે. આ પોલિસી અપનાવનારી કંપનીઓએ કર્મચારીઓને આકર્ષિત કરવા માટે પગલું ભર્યું છે. આ પહેલા જૂન મહિલામાં પ્રાયોગિક ધોરણે હાથ ધરવામાં આ પ્રોજેક્ટમાં 70 કંપની સહભાગી થઈ હતી. આ પ્રોજેક્ટના પરિણામોની જાહેરાત 2023માં થવાની છે. આ પ્રોજેક્ટમાં ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર્સ ઉપરાંત અમેરિકાની બોસ્ટન કોલેજના નિષ્ણાતો પણ સામેલ છે.
Four Day Work Week અભિયાનમાં 3,300 કરતાં વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો, જેમાં બેંકિંગ, માર્કેટિંગ, રિટેલ અને ફાઈનાન્સ સહિત અન્ય સેક્ટરના લોકો સામેલ થયા હતાં. બ્રિટેનમાં ઘણી કંપનીઓ ફોર ડે વર્કિંગ ફોર્મ્યુલા લાગુ કરવા પર કામ કરી રહી છે.