હાશ!!! મુંબઈગરા માથેથી પાણીકાપનું સંકટ દૂર થયું

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત થાણેમાં છેલ્લા એક અઠવાડિયાથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેમાં મુંબઈને પાણી પૂરું પાડનારાં સાતેય જળાશયોમાં પણ સંતોષજનક વરસાદ પડી રહ્યો છે. તેથી જળાશયોની સપાટીમાં વધારો થયો છે અને તમામ જળાશયોમાં 26 ટકા પાણીનો જથ્થો જમા થઈ ગયો છે. તેથી મુંબઈમાં 27 જૂનના મૂકવામાં આવેલો પાણીકાપ શુક્રવાર આઠ જુલાઈથી પાછો ખેંચવાની જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાએ કરી છે. મુંબઈમાં જૂન મહિનો આખો કોરો ગયો હતો. વરસાદની ગેરહાજરીમાં જળાશયોમાં તળિયાં દેખાવા માંડ્યાં હતાં. તેથી નાછૂટકે મુંબઈ મનપાએ 27 જૂનથી મુંબઈમાં 10 ટકા પાણીકાપ મૂકી દીધો હતો. જોકે 30 જૂનથી મુંબઈ સહિત થાણે અને આજુબાજુના જિલ્લામાં વરસાદ પડવાનું સતત ચાલુ છે. તેને કારણે જળાશયોમાં પાણીની સપાટીમાં ખાસ્સોએવો વધારો થયો છે. શુક્રવાર સવારનાં સાતેય જળાશયોમાં 25.94 ટકા પાણીનો જથ્થો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.